રાજ્યના કર્મચારીઓ વધુ એકવાર આંદોલનના માર્ગે ઉતરશે. જૂની પેન્શન યોજનાને લઇ સરકારી કર્મચારીઓ આંદોલનના માર્ગે અપનાવવાનો નિર્ણય લીધો છે.
સરકારી કર્મચારીઓ 17 સપ્ટેમ્બરના રોજ પેનડાઉન/શટ ડાઉન કરી પોતાના કામથી અળગા રહેશે. 6 ઓક્ટોબરથી તબક્કાવાર શિક્ષકો સાથે સરકારી કર્મચારીઓ ધરણા કરશે. જે બાબતે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે, કર્મચારીઓ OPSની માંગ કરી રહ્યાં છે. પરંતુ સરકારે NPS અને OPSનો વચ્ચેનો રસ્તો કાઢી UPS લાગુ કરવાની વાત કરી છે. પરંતુ તેમાં OPS જેટલો ફાયદો નથી. UPS હેઠળ મિનીમમ અને નિશ્ચિત પેન્શનની ગેરંટી આપવામાં આવી છે. માટે સરકારી કર્મચારીઓ OPSની માંગ સાથે આંદોલનનો રસ્તો અપનાવશે