રાજ્યમાં રોજબરોજ એક્સિડન્ટથી લઈને રોડ રસ્તા પર વાહન ચાલકો પડી જવાથી લઈને ઇજાગ્રસ્ત પણ જોવા મળે છે ત્યારે ઘણીવાર આપણે ડોકિયા કરીને જતા રહીએ છીએ માનવજીવન કેટલું અમૂલ્ય છે તે દર્દી મોતના બીછાને હોય અને બચી જાય ત્યારે ખબર પડે ત્યારે કોઈની જાન બચાવી એ ઉત્તમ પુણ્ય કહી શકાય અને આપણા હાથમાં હોવા છતાં રોડ રસ્તા પર થયેલા બનાવો બાદ આપણે ચાલ્યા જઈએ છીએ કોઈપણ વ્યક્તિનું પરિવાર હોય છે પરિવારનો મોભી જતો રહે તો પરિવાર વિખરાઈ જાય આપણે સૌની ફરજ છે કે ઉભા રહીને પણ દવાખાને અથવા પ્રાથમિક સારવારની વ્યવસ્થા કરીએ પણ સમય નથી પણ ભાઈ ઈજાગ્રસ્ત માટે પણ આ તેના શ્વાસોનો પણ સમય નથી હોતો, ગમે ત્યારે શ્વાસ બંધ થઈ જાય તો જીવન પૂર્ણ થઈ જાય, બાકી આપણાથી કોઈ બચી જાય અને તે ખુશી મળે તે ખુશી ક્યારે જિંદગીમાં મળવાની નથી, ત્યારે મેયરે આજે પુણ્યશાળી કામ કરીને કુદરતના ચોપડે ખાતું ખોલાવી દીધું છે આટલી મોટી વ્યક્તિ જે મેયર હોવા છતાં મહિલા સમય કાઢીને રોડ રસ્તા પર ઇજાગ્રસ્ત માટે ઊભા છે તેના કરતાં મોટો હોદ્દો તો આપણો નથી ને??
પ્રાપ્ત વિગતો અનુસાર મેયર મીરાબેન પટેલ આજે શિક્ષક દિવસ નિમિત્તે આયોજીત કાર્યક્રમમાંથી પરત કાર્યાલય આવતા હતા ત્યારે ‘જ’ રોડ એવો જોખમી રોડ કહી શકાય ત્યાં એક વ્યક્તિ ચક્કર આવવાથી અકસ્માત થતા પડ્યો હતો, ત્યારે મેયરની નજર પડતા પોતે તુરંત જ ગાડી ઉભી રાખીને ખબર અંતર પૂછીને પ્રાથમિક સારવાર માટે પાણી આપ્યું હતું તથા મોબાઈલ ફોન થી તેમના સ્વજનોને સંપર્ક કરીને તેમને બોલાવીને સારવારથી લઈ જવા સુધી પોતે ત્યાં ઊભા રહ્યા હતા ત્યારે બે ફોન આવ્યા કે મીટીંગ છે ત્યારે મેયરે જણાવ્યું કે મિટિંગો તો થતી રહેશે પણ કોઈની જાન અને શ્વાસ રોકાઈ જશે તો પછી તે ચાલુ નહીં થાય, મારા માટે મારા નગરજનો નાગરિક મારા માટે પ્રથમ છે, ભલે હું મેયરપદ માટે પ્રથમ નાગરિક ગણાઉ, પણ આવી સ્થિતિમાં પ્રથમ નગરજનો મારા માટે પ્રાથમિકતા છે, ત્યારે મેયર દ્વારા સમય બગાડીને જે કોઈની પ્રાથમિક સારવાર અને સંકટ સમયે હાજર રહેલા મેયર વંદનીય કહી શકાય, બાકી શહેરમાં આવા રોજ બનાવો બને છે, ત્યારે ઘણીવાર દર્દી દમ તોડી દે છે, ત્યારે મેયર જેવી વ્યક્તિ સમય કાઢીને કોઈની જાન બચાવવા સમયનો દરકાર ન કરતી હોય તો આપણે સૌએ પણ આવી ઘટના કોઈ હોય તો મદદરૂપ થઈએ, બાકી મેયરને મીટીંગ કાર્યક્રમ હોવા છતાં મોડા ભલે પડ્યા પણ ખુશી કોઈની જાન બચાવવાની હતી તે ખુશી ક્યારેય નહીં મળે અને કદાચ દર્દી માટે મેયર ના રોકાયા હોત અને કોઈ ઘટના અજુગતી બની હોત તો.. હર હંમેશા અફસોસ રહી જાત, ત્યારે બાઈ તને સત સત વંદન… લગે રહો મુન્નાભાઈ ની જેમ લગે રહો મીરાબેન..