લગ્નજીવનમાં પતિ-પત્ની વચ્ચેના ઝગડામાં પડોશીનું પડવું સામાન્ય છે પરંતુ એક કિસ્સામાં તો હદ થઈ, પતિ-પત્નીના ઝગડાનો લાભ પડોશીએ ઉઠાવી લીધો અને આ રીતે તેણે પોતાની હવસ સંતોષી લીધી.
યુપીના બરેલીમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો ત્યારે પાડોશી વચ્ચે આવ્યો. પતિ સાથે ઝઘડા બાદ પીડિતા મામાના ઘેર ચાલી ગઈ અને ત્યાં જ રહેવા લાગી હતી, આ દરમિયાન તે પોતાના આ પડોશી નજીક આવી ગઈ અને પડોશીએ આ વાતનો લાભ ઉઠાવ્યો હતો.
પડોશી પીડિતાને સમજાવી-મનાવીને એક હોટલમાં લઈ ગયો હતો જ્યાં તેણે આખી રાત તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. સવારે તે પીડિતાને છોડીને ભાગી ગયો હતો. આ અંગે સુભાષનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સુભાષનગર વિસ્તારની રહેવાસી મહિલાએ જણાવ્યું કે રાજીવ કોલોનીમાં રહેતા સોમવીર ઉર્ફે સોનુ કશ્યપ સાથે તેની ઓળખ લગભગ ત્રણ મહિના પહેલા થઈ હતી. આ બાબતે પતિ સાથે ઝઘડો થતાં તે તેના માતા-પિતાના ઘરે રહેવા લાગી હતી. આરોપ છે કે 26 ઓગસ્ટની રાત્રે લગભગ દસ વાગ્યાની આસપાસ સોનુએ તેને કોઈ મહત્વના કામના બહાને બોલાવી અને કહ્યું કે તે તેને તેના સાસરે તેના પતિ પાસે છોડી દેશે. તેણીને વાતચીતમાં ફસાવ્યા બાદ સોનુ તેને સેટેલાઇટ પાસેની એક હોટલમાં લઈ ગયો હતો અને તેણીને નશીલી દવાઓ પીવડાવી હતી અને આખી રાત તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. બીજા દિવસે સવારે સાડા સાત વાગ્યે આરોપીએ તેણીને નશાની હાલતમાં સુભાષ નગરમાં છોડી દીધી અને ભાગી ગયો. કોઈ રીતે તે તેના પતિ પાસે પહોંચી અને સમગ્ર ઘટના જણાવી. આ ઘટનાને કારણે તે ત્રણ-ચાર દિવસ સુધી ડિપ્રેશનમાં રહી અને પછી રવિવારે તેણે સુભાષ નગર પોલીસ સ્ટેશનમાં સોનુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. આરોપી હાલમાં ફરાર છે.