ત્રણ મહિલા પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો હુકમ,…

Spread the love

ધોરાજી પોલીસ મથકમાં ગત સપ્તાહે ચોરીના આરોપીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાના બનાવમાં તપાસ દરમિયાન ધોરાજી પોલીસ મથકની ત્રણ મહિલા કર્મચારીઓની બેદરકારી સામે આવતાં જિલ્લા પોલીસ વડા (ડીઆઈજી) જયપાલસિંહ રાઠૌડે આ ત્રણેય મહિલા કર્મચારીને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો.

મળતી વિગતો મુજબ, ધોરાજીના સિધ્ધાર્થનગર ભુખી ચોકડી પાસે રહેતા કમલેશ કેશવજી પરમાર (ઉ.30) નામનો શખ્સ ધોરાજી વિસ્તારમાં હનુમાન મંદિર પાસે ચોરી કરવાના ઈરાદે આવ્યો હોવાની શંકાએ સ્થાનિકોએ તેને ઝડપી લીધો હતો અને ત્યારબાદ તેને સ્થાનિકોએ પોલીસને સોંપી દીધો હતો. ધોરાજી પોલીસે કમલેશને ચોરી બાબતે પુછપરછ કરવા માટે તેને લોકઅપમાં રાખ્યો હતો. તેના વિરૂધ્ધ કોઈ ગુનો દાખલ કરાયો ન હતો. મહિલા ઈન્ટ્રોગેશન રૂમમાં તેની પુછપરછ કરવામાં આવી હતી ત્યારે પોલીસ લોકઅપમાં રહેલા કમલેશે લઘુશંકા કરવાના બહાને બાથરૂમમાં ગયો હતો અને ત્યાં પોતાની પાસે રહેલા ગમછા વડે લોકઅપમાં જ ગળેફાંસો ખાઈ લીધો હતો. સમગ્ર મામલાની જાણ થતાં ધોરાજી પોલીસે તાત્કાલીક કમલેશ પરમારને પોલીસ સ્ટેશન ખાતે સીપીઆરની ટ્રીટમેન્ટ આપવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે સફળ નહીં થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર મળે તે પૂર્વે જ મોત થયું હતું. બનાવની જાણ થતાં કમલેશના પરિવારજનો તથા તેના સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હોસ્પિટલે તેમજ પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતાં.

પોલીસ સ્ટેશનમાં અટકાયતમાં રહેલા યુવકે આપઘાત કરી લીધાના આ બનાવમાં જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌડે તપાસના આદેશ આપ્યા હતાં. જેતપુરના ડીવાયએસપી રોહિતસિંહ ડોડીયા સહિતના સ્ટાફે આ મામલે તપાસ કરી હતી. તપાસ દરમિયાન ધોરાજીના ત્રણ મહિલા કર્મચારીની બેદરકારી સામે આવતાં ધોરાજી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સંગીતાબેન બઘાભાઈ તેમજ બે એલઆરડી પ્રિતીબેન ગોવિંદભાઈ અને બિંદુબેન અરજણભાઈને તાત્કાલીક સસ્પેન્ડ કરવાનો જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌડે હુકમ કર્યો હતો. ધોરાજી પોલીસ સ્ટેશનમાં બનેલા આ કસ્ટોડિયલ ડેથ મામલે જવાબદાર મહિલા પોલીસ કર્મચારી સામે સસ્પેન્શનના પગલાં લેવાતાં પોલીસ બેડામાં સોંપો પડી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com