ભારતીય પોલીસ અધિકારીઓએ ફરજ પર હોય ત્યારે તેમનું નામ અને પદ દર્શાવતો બેજ પહેરવો જરૂરી હોય છે. આમ કરવાથી જવાબદારી, જનતાનો વિશ્વાસ અને ઓળખ વધે છે. એટલે જ્યારે એક વ્યક્તિએ એક પોલીસ કર્મચારીને જોયો જેણે તેના નામનો બિલ્લો પહેર્યો નહોતો, ત્યારે તેણે તેના વિશે પૂછ્યું. આ પછી જે બન્યું તે આઘાતજનક અને અણધાર્યું હતું. પોલીસકર્મીએ પત્રકારને થપ્પડ મારી અને તેની સાથે દુર્વ્યવહાર કર્યો.
x પર શેર કરવામાં આવેલા વીડિયોની સાથે કેપ્શન લખવામાં આવ્યું છે, ‘જ્યારે મેં સરને નેમ પ્લેટ વિશે પૂછ્યું તો તેઓ ચોંકી ગયા. આ મામલો જૌનપુરના સુરેરી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.’ વીડિયોની શરૂઆતમાં એક વ્યક્તિ પોલીસકર્મીને પૂછતો જોવા મળે છે કે તેણે નામનો બિલ્લો કેમ નથી લગાવ્યો, અને પૂછે છે કે શું તેને પહેરવાનો અધિકાર નથી. આના પર પોલિસકર્મી જવાબ આપે છે કે તેને આ પહેરવાનો પૂરો અધિકાર છે.
https://x.com/Vishuraghav9/status/1830925786930348150?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1830925786930348150%7Ctwgr%5E0f1bba13cf03d75b262b1a03f4484993f33ccd49%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F
પછી આગળ વધતા વ્યક્તિએ પૂછ્યુ- નામનો પટ્ટો કેમ નથી લગાવ્યો, અમે કેવી રીતે તમારા પર વિશ્વાસ કરીએ. પછી કેમેરોો બીજા પોલિસકર્મી તરફ જાય છે જે તેના નામનો બેજ બતાવે છે. વ્યક્તિ ફરી પૂછે છે કે પહેલા પોલિસકર્મીએ બેજ કેમ નથી લગાવ્યો. આ દરમિયાન પોલિસકર્મી તેનો ગુસ્સો ગુમાવે છે અને તેને થપ્પડ મારે છે અને ગાળો આપવાનું શરૂ કરે છે.