કલોલ નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પર પક્ષના ધારાસભ્યના માણસો અને નગર પાલિકાના સભ્યો દ્વારા કરવામાં આવેલ મારામારી મામલે કલોલના ધારાસભ્ય સામે પગલાં ભરવાની માગ નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા કરવામાં આવી છે. જો પ્રદેશ કે કેન્દ્રની નેતાગીરી કોઈ પગલાં નહી ભરે તો તેમના ઠેકેદારો સભ્યો સાથે પક્ષ અને હોદ્દા પરથી રાજીનામા આપવાની ચીમકી સ્ટન્ડિગ કમિટીના ચેરમેન પ્રકાશભાઈ ઉચ્ચારી હતી. આજે બંને જૂથો વચ્ચે સમાધાન કરવા કેન્દ્ર અને પ્રદેશની નેતાગીરી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા હતા.
આ બંને જૂથના નેતાઓને આજે કોબા પ્રદશે કાર્યાલય કમલમ્ ખાતે બોલવામાં આવ્યા છે તેમજ હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. કલોલ નગરપાલિકામાં વિકાસના કામો માટે કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી પી ઠાકોરની 7 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેના ટેન્ડર જુલાઈમાં ઇસ્યુ કરી દેવામાં આવ્યા હોવા છતા આ ગ્રાન્ટના વિકાસના કામો સમય સર ફારવાણી કવાના બદલે પાસ થયેલા સ્ટેન્ડરોને ત્રીજી વાર પણ રીઇસ્યુ કરવામાં આવતા મામલો બિચક્યો હતો.
આ બાબતે રજૂઆત કરવા આવેલા લોકો અને સત્તાધારી પક્ષના કેટલાક વોર્ડના સભ્યો અસંતોષ કારણે ગઈકાલે કલોલમાં નગરપાલિકામાં ભાજપના સત્તાધારી પક્ષના કોર્પોરેટરો અને કોન્ટ્રાક્ટર ભાજપના નેતાઓ વચ્ચે થયેલ છૂટા હાથની મારામારી પછી કલોલ નગરપાલિકાના પ્રમુખ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગઈકાલ રાત્રે કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી પી ઠાકોરના માણસો દ્વારા જ આ હુમલો કરવામાં આવ્યો હોવાનું આક્ષેપ કર્યો હતો. જો આ મામલે કલોલના ધારાસભ્ય વિરુદ્ધ કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો પક્ષમાંથી અને હોદ્દા પરથી રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી હતી.
આ ઘટના બાબતે આજે સવારે તેમણે પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ નોંધવા માટે કલોલ ઇન્ચાર્જ તાલુકા પી આઈ યુ એસ પટેલ સાથે મુલાકાત કરી હતી. તેના થોડા સમય પછી પાલિકાના પ્રમુખ અને કલોલ શહેર પ્રમુખ પણ કલોલ પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા. તેમની સાથે થયેલ ચર્ચા અને પછી પ્રકાશ વર્ગડે તેમજ શહેર પ્રમુખ અને નગરપાલિકાના પ્રમુખ સહિત ફરિયાદ નોંધાવ્યા સિવાય પાછા જતાં રહ્યા હતા.
આ મામલો કેન્દ્રિય ગુહમંત્રી અમિત શાહ સંસદીય મત વિસ્તારનો હોય આ પ્રદેશ અને કેન્દ્રની નેતાગીરી દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવ્યો છે. આ બંને જૂથો વચ્ચે સમાધાન માટે પ્રદેશ કાર્યાલય ખાતે બોલાવમાં આવ્યા છે. મામલને શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ પહેલાં પ્રમુખ પદને લઈને પણ વિવાદ થયો હતો. ભાજપના 9 સભ્યો રાજીનામાં આપી દીધા હતા અને પાછળથી તેમણે મનાવી લેવામાં આવ્યા હતા. આ મામલે પણ પ્રદેશ અને કેન્દ્રની નેતાગીરી દ્વારા સમાધાન માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.