પ્રજા દ્વારા છેલ્લા બે વર્ષમાં સ્ટ્રીટ લાઇટ પોલની ૧.૮૮ લાખ ફરિયાદો : રોજના અંદાજે ૩૦૦૦ થી ૪૦૦૦ પોલ બંધ હાલતમાં : શેહઝાદ

Spread the love

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ

પ્રજાજનો દ્વારા અંદાજે રોજની ૪૦૦ જેટલી ફરિયાદો,સ્ટ્રીટ લાઈટના અધિકારીઓ દ્વારા રાત્રે શહેરમાં કોઈપણ પ્રકારનો રાઉન્ડ લેવાતો નથી

મ્યુનિસિપલ કમિશનર  દ્વારા તંત્રના અધિકારીઓને નિયમિત રાત્રે રાઉન્ડ લઈને સ્ટ્રીટ લાઈટ બંધ હોવા બાબતે તપાસ કરી તેનો ઉકેલ લાવવા આદેશ આપેલ હતું પરંતુ “શેઠની શિખામણ ઝાંપા સુધી”

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે સત્તાધારી ભાજપ દ્વારા અમદાવાદ શહેરમાં “અંધેરી નગરી એટલે સ્ટ્રીટ લાઇટો બંધ.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રાથમિક જરૂરિયાત પૂરી પાડવામાં આવે છે તેના બદલામાં તેઓ પાસેથી પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી સત્તાધારી ભાજપના દ્વારા પ્રજાને પ્રાથમિક સુવિધાઓ બાબતે ફરિયાદો કરવી પડે તેનો લાંબા સમય સુધી નિકાલ ન આવે. હાલમાં અમદાવાદમાં સ્ટ્રીટ લાઈટના ૨ લાખ પોલ, હાઈમાસ્ટ લાઈટના ૨૪૬ પોલ તથા બી.આર.ટી.એસ. કોરિડોરમાં 5000 એલ.ઇ.ડી. સ્ટ્રીટ લાઇટ ના પોલ મળી કુલ ૨,૦૭,૦૦૦ જેટલા વિવિધ સ્ટ્રીટ લાઈટના પોલ છે. જેમાં રોજના અંદાજે ૩૦૦૦ થી ૪૦૦૦ પોલ બંધ હાલતમાં હોય છે. તે બાબતે પ્રજાજનો દ્વારા સને ૨૦૨૨-૨૩ માં ૯૨૫૩૯ સને ૨૦૨૩-૨૪ માં ૯૫૫૮૮ મળી કુલ ૧,૮૮,૧૨૭ જેટલી સ્ટ્રીટ લાઈટ અંગેની ફરિયાદો મળે છે જેથી અંદાજે રોજની ૪૦૦ જેટલી ફરિયાદો પ્રજાજનો દ્વારા કરવામાં આવે છે. પ્રજાજનો દ્વારા ઓનલાઇન ફરિયાદ કર્યાના કલાકો બાદ ફરિયાદનો ઉકેલ આવી ગયેલ છે તે બાબતનો મેસેજ મોકલી દેવામાં આવે છે પરંતુ સમસ્યાઓ યથાવત જ રહેવા પામે છે.

સ્ટ્રીટ લાઇટના પોલનું સમયાંતરે નિયમિત સુપરવિઝન તથા સ્ટ્રીટ લાઈટ બંધ હોવા બાબતની ફરિયાદોનો તાકીદે નિકાલ નહીં કરાતા મ્યુનિસિપલ કોર્પોરેશનનું લાઈટ ડિપાર્ટમેન્ટ અંધેર રાજ ચાલે છે.તંત્રના અધિકારીઓ દ્વારા નિયમિત મોનિટરિંગ પણ કરવામાં નથી આવતું થોડા સમય પહેલા મ્યુનિસિપલ કમિશનર  દ્વારા તંત્રના અધિકારીઓને નિયમિત રાત્રે રાઉન્ડ લઈને સ્ટ્રીટ લાઈટ બંધ હોવા બાબતે તપાસ કરી તેનો ઉકેલ લાવવા આદેશ આપેલ હતું પરંતુ “શેઠની શિખામણ ઝાંપા સુધી” જેવી માન્યતા ધરાવતું તંત્ર મ્યુનિસિપલ કમિશનરના આદેશની પણ અવગણના કરેલ હોય તેમ જણાય છે.

સ્ટ્રીટ લાઈટો બંધ હોવાના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન તથા પ્રજા બંને બાજુથી પીડાય છે એક તરફ લાઈટ ના બિલનું ભારણ આવે છે બીજી તરફ અંધકારમય વાતાવરણમાં અકસ્માતો તથા ચોરી લૂંટફાટના બનાવો વધવા પામે છે જેથી સ્ટ્રીટ લાઈટ બંધ હોવા બાબતની સમસ્યાઓનો ત્વરીત નિકાલ આવે તે રીતનું વ્યવસ્થા તંત્ર તાકીદે ગોઠવવા કોંગ્રેસની માંગણી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com