હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીટ વહેંચણીને લઈ સમજૂતી

Spread the love

હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીટ વહેંચણીને લઈ સમજૂતી થઈ ગઈ છે. લોકસભા ચૂંટણીની તર્જ પર બન્ને પક્ષો સાથે મળીને વિધાનસભાની ચૂંટણી પણ લડશે. આમ આદમી પાર્ટી હરિયાણામાં પાંચ વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડવા માટે રાજી થઈ ગઈ છે. સોમવારે ગઠબંધનની જાહેરાત થાય તેવી શક્યતા છે.

રવિવાર હરિયાણા કોંગ્રેસના પ્રભારી દીપક બાબરિયા અને AAP નેતા રાઘવ ચઢ્ઢા વચ્ચે બેઠક યોજાઈ હતી. સૂત્રોનો દાવો છે કે, AAP 10 બેઠકોની માંગ કરી રહી હતી, પરંતુ કોંગ્રેસે તેમને આટલી બેઠકો આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. કોંગ્રેસે પાંચ બેઠકોની ઓફર કરી છે, જેના પર AAPએ સહમતિ દર્શાવી છે.

લોકસભા ચૂંટણીમાં ગઠબંધનના ભાગરૂપે AAPએ કુરુક્ષેત્ર બેઠક પરથી ડો. સુશીલ ગુપ્તાને મેદાનમાં ઉતાર્યા હતા. નવ વિધાનસભા મતવિસ્તારના આ લોકસભા મતવિસ્તારમાં ગુહલા ચીકા, પેહોવા, શાહબાદ અને કલાયત મતવિસ્તારમાં AAPનો વિજય થયો હતો. બાકીની પાંચ બેઠકો ભાજપે જીતી હતી. આ જીતના આધારે AAP પાર્ટી આ ચાર સીટોની સાથે NCRમાં પણ સીટો માંગી રહી હતી. ઉલ્લેખનીય છે કે, સપાએ પહેલાથી જ હરિયાણામાં ચૂંટણી લડવાનો ઇનકાર કરી ચૂકી છે. સપા પ્રમુખ અખિલેશ યાદવ અને તેમના સમર્થકો હરિયાણામાં મહાગઠબંધન માટે પ્રચાર કરશે.

AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાનું કહ્યું કે, કોંગ્રેસ અને તેમની પાર્ટી બન્ને પોતાની અંગત આકાંક્ષાઓને બાજુ પર રાખીને હરિયાણા ચૂંટણી માટે ગઠબંધન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મંત્રણા સકારાત્મક દિશામાં આગળ વધી રહી છે અને તેઓ સારા પરિણામની આશા રાખે છે. સીટ વહેંચણીની ગોઠવણ દરેક મુદ્દા પર ટિપ્પણી કરી શકાતી નથી. બન્ને પક્ષો ગઠબંધન કરવાની ઈચ્છા અને આશા ધરાવે છે. ચઢ્ઢાએ કહ્યું કે, આરઝુ ભી હૈ ઓર ઉમ્મીદ ભી હૈ.

હરિયાણા કોંગ્રેસના પ્રભારી દીપક બાબરિયાએ કહ્યું કે, ગઠબંધનને લઈને એવું લાગે છે કે આમ આદમી પાર્ટીએ ઓછી સીટો પર સમાધાન કર્યું છે. આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. AAPને સારી સંખ્યામાં સીટો આપવામાં આવી રહી છે. સકારાત્મક દિશામાં બેઠકો થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com