જુઓ વિડીયો: સુરતમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારો, ધારાસભ્યએ કહ્યું, કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે

Spread the love

સુરતમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. જેમાં મોટી સંખ્યામાં લોકો પોલીસ ચોકીએ એકઠાં થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. વરિયાવીમાં આવેલ ગણેશ પંડાલ પર પથ્થર મારતા બબાલ શરૂ થઈ હતી. ઘટનાની જાણ થતાં લાલગેટ અને ચોક બજાર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થિતિને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

ત્યારબાદ મોટી સંખ્યામાં લોકો પોલીસ ચોકી પર એકઠા થયા હતા. છેલ્લે મળતી માહિતી પ્રમાણે પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં મોટો હોબાળો થયા બાદ ધારાસભ્ય કાંતિ બલ્લર ઘટનાસ્થળે પહોંચ્યા છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. માહિતી એવી પણ મળી રહી છે કે વાહનોમાં આગ લગાડવામાં આવી છે.

ધારાસભ્ય કાંતિ બલર પણ ઘટનાસ્થળે પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગણપતિ મંડપ પર પથ્થરમારો કરનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. પોલીસ આરોપી સામે યોગ્ય કાર્યવાહી કરશે. છેલ્લે મળતી માહિતી પ્રમાણે તોફાની તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા પોલીસે બાંયેધરી આપી છે. હાલ તમામ આગેવાનોને શાંતિની અપીલ કરવામાં આવી છે. પથ્થરમારો કરનાર તમામ અસામાજિક તત્વોને ઝડપી લેવામાં આવ્યા છે.

પોલીસે હિન્દુ સમુદાયના લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી અને ખાતરી આપી હતી કે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સ્થાનિક નેતાઓ અને સામાજિક કાર્યકરો પણ લોકોને શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com