રાજ્યના તમામ જિલ્લામાં યુવાનો પાસેથી 2 લાખ રૂપિયા લઇને ૧૦૦૦ હોમ ગાર્ડના ખોટા સર્ટિફિકેટ આપીને નોકરી આપવામાં આવી : આક્ષેપ

Spread the love

રાજ્ય સરકાર દ્વારા રોજગારી આપવાનો દાવો કરે છે અલગ અલગ જગ્યાએ સરકારી યોજનામાં ભરતી ની જાહેરાત પણ કરી છે પણ રાજ્ય સરકાર દ્વારા GISF માં ભરતી માટે નિયમોમાં ફેરફાર કરીને સાથનિકો ને વધુમાં વધુ રોજગાર મળે એ માટે GISF માં હોમ ગાર્ડ ની કેટેગરી નો સમાવેશ કર્યો હતો, પણ એમાં પણ 2 લાખ રૂપિયા લઇને નોકરી અપાઈ હોવાનો આક્ષેપ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે.

કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી દિનેશ પરમારે આક્ષેપ કર્યા હતા કે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (GISF) બનાવવામાં આવી છે. આ સોસાયટીમાં ભરતીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

જેમાં પહેલા ફકત EX આર્મી, EX નેવી, EX BSF એવા મિલેટરી અને પેરા મિલિટરી ફોર્સના જવાનોની ભરતી કરવામાં આવતી હતી. પણ નિયમોમાં ફેરફાર કરીને નવા નિયમ મુજબ હોમ ગાર્ડને એડ કરવામાં આવ્યા હતા. જેમાં હવે રાજ્યના તમામ જિલ્લામાં યુવાનો પાસેથી 2 લાખ રૂપિયા લઇને ૧૦૦૦ હોમ ગાર્ડના ખોટા સર્ટિફિકેટ આપીને નોકરી આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

જેમાં ભારતીય મજદૂર સંઘના જલામ દેસાઈ, સિરાજ બલોચ એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે, જ્યારે આ વાત સરકારને કરતા GISF ના અધિકારી IPS બરાંડા એ ૧૦૦ લોકોને બરતરફ કરવામાં આવ્યા અને લેખિતમાં આપ્યું છે કે તમે ઉપજાવી કાઢેલ સર્ટી રજુ કરેલ છે એવું કહીને બરતરફ કરવામાં આવ્યા છે. આ બાબતે રાજ્યના મુખ્યમંત્રી, ગૃહ મંત્રી, અમદાવાદ પોલીસ કમિશ્નર, શાહીબાગ પોલીસ સ્ટેશન, DGP સહિત તમામ લોકોને રજૂઆત કરવામાં આવી છે ઉપરાંત હાઈકોર્ટે હુકમ કર્યો છે છતાં પણ પોલીસ ફરિયાદ લેવામાં આવતી નથી તેમ કોંગી નેતાએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com