કમિટી મળે તો તેમાં અધિકારીઓ પદાધિકારીઓના સવાલમાં જવાબ પણ આપી નહી શકતા હોવાની ફરીયાદો ઉઠી છે જેના કારણે લીગલ ટીમ દ્વારા વિભાગીય કામગીરીની તાલીમ રાખવાનો નિર્ણય
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જરે જણાવ્યું હતું કે, લીગલ વિભાગમાં ફરજ બજાવતા કુલ 30 અધિકારીઓ અને કર્મચારીઓને તેમના વિભાગમાં તેમને કામગીરી શું કરવાની હોય છે? કેવી રીતે કરવાની હોય છે? અને ત્યારે શું માહિતી મેળવવાની હોય એવી તમામ પ્રકારની જવાબદારીથી લઈ કામગીરી અંગેની ટ્રેનિંગનું આયોજન આગામી દિવસોમાં કરવામાં આવશે. આ ટ્રેનિંગ આપવા પાછળનું કારણ જણાવતાં તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી કમિટી ચલાવવામાં આવે છે ત્યારે તેઓને લીગલ વિભાગના પ્રશ્નો અને કેટલીક બાબતોની રજૂઆત કરવામાં આવે છે ત્યારે તેઓ તરફથી યોગ્ય જવાબ મળતો નથી. એએમસીની લીગલ કમિટીમાં ઘણા કેસો વર્ષોથી પેન્ડિંગ છે કેમ કે,અધિકારીઓ નથી જાણતા કે કઈ રીતે કેસ લડવો,અને કેસ લડવા જાય છે તો તેઓ પૂરતા જવાબ આપી શકતા નથી,કેસોનો નિકાલ ન થતા અધિકારીઓની સાથે કમિટીના ચેરમેન પણ મૂંઝાયા છે એટલે તેમણે કર્મચારીઓને તાલીમ આપવાનો નિર્ણય કર્યો છે,શું અધિકારીઓને આટલા વર્ષે તાલીમ આપવાથી કેસોનો નિકાલ થશે અને અધિકારીઓ તાલીમમાં શીખ્યા હશે તેનો યોગ્ય સમયે ઉપયોગ કરશે કે નહી તે જોવું રહ્યું.આમ તો અધિકારીઓને અપગ્રેડ કરવા માટેનાં કારણ હેઠળ તાલીમ ગોઠવવામાં આવી રહી છે પરંતુ હકીકત એવી છે કે છેલ્લા ઘણા કિસ્સા એવા છે કે કોર્ટ ને લગતી તમામ બાબતો માં લીગલ વિભાગ નિષ્ફળ જઈ રહ્યું છે તો કામગીરી શું કરવાની કેવી રીતે કરવાની વકીલ કોઈ કેસમાં રોકવામાં આવ્યા છે તો તે કોર્ટ માં શું દલીલો કરે છે કામગીરી કેમની કરે છે પૂરતી હાજરી છે કે નહી આ મામલે નબળો દેખાવ છે લીગલ વિભાગનો.જ્યારે કમિટી મળે તો તેમાં અધિકારીઓ પદાધિકારીઓના સવાલમાં જવાબ પણ આપી નહી શકતા હોવાની ફરીયાદો ઉઠી છે જેના કારણે લીગલ ટીમ દ્વારા વિભાગીય કામગીરીની તાલીમ રાખવાનો નિર્ણય લીધો છે.