વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતની મુલાકાત માટે આવવાના છે. નરેન્દ્ર મોદી ત્રીજીવાર PM બન્યા બાદ હવે પહેલી વાર ગુજરાતની મુલાકાત લેવાના છે. આગામી 15 અને 16 સપ્ટેમ્બર એમ બે દિવસ રાજભવન ખાતે વડાપ્રધાન રાત્રિ રોકાણ કરવાના છે.
જાહેર કાર્યક્રમ સિવાય રાજભવન ખાતે નરેન્દ્ર મોદી બેઠક કરે તેવી માહિતી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. તેમજ રાજકીય સમીકરણો અને વહીવટી તંત્રને લઈને બેઠક કરી શકે છે. તો 16 તારીખે રીન્યુઅલ એનર્જીને લઈને યોજાનાર એક્સપો ખુલ્લો મુકશે. તેમજ અમદાવાદ – ગાંધીનગર મેટ્રો સેવાને ખુલ્લી મુકે તેવી સંભાવના છે.
ત્યાર બાદ તેઓ અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં ભાજપના 1 લાખથી વધારે કાર્યકર્તાઓને સંબોધિત કરશે.જો કે મળતી માહિતી અનુસાર આગામી 17 સપ્ટેમ્બરનો કોઈ ક્રાર્યક્રમ હજુ સુધી નક્કી થયો નથી. પરંતુ સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસે 17 તારીખે, તેમની માતા હિરાબાના આશિર્વાદ લેતા હતા. હિરાબાના નિધન બાદ, પીએમ મોદી તે નિવાસ સ્થાને જાય તેવી શક્યતા છે. જો કે આ અંગે કોઈ પણ સ્પષ્ટતા થઈ નથી.