કડવા પાટીદાર સમાજનો કડક નિયમઃ નવરાત્રીમાં આધાર કાર્ડ ફરજીયાત

Spread the love

નવરાત્રીમાં લવ જેહાદના કિસ્સાઓ સામે આવતા હોય છે, જેના કારણે અત્યારથી પાટીદાર સમાજ સતર્ક બની ગયો છે. રાજકોટના કડવા પાટીદાર સમાજના યુડી કબલના ગરબમાં ખૈલૈયાના પ્રવેશ માટે આધારકાર્ડ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે રાજકોટમાં કડવા પાટીદાર સમાજ દર વર્ષે UD કલબના દાંડિયાનું આયોજન કરે છે. જેના કારણે નવરાત્રિમાં લવ જેહાદ રોકવા માટે રાજકોટમાં પ્રયાસ કરાયો છે.

કડવા પાટીદાર આગેવાન પુષ્કર પટેલ દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે. નવરાત્રીમાં લવ જેહાદ રોકવા નિવેદન આપ્યું છે. જેમાં તેમણે સૂચવ્યું છે કે અર્વાચીન ગરબાના આયોજકોએ આધારકાર્ડ અને ફોટો લેવો જોઈએ, જેથી લવ જેહાદ જેવી ઘટનાઓ અંગે જાણકારી મળી શકે. UD કલબ નવરાત્રીના પાસ માટે આધારકાર્ડ લઈને જ પાસ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે.

ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન કોઇ લવ જેહાદના કિસ્સા ન બને માટે કડવા પાટીદાર સમાજના UD ક્લબના રાસ-ગરબાના આયોજકે કેટલાક નિયમો ઘડ્યાં છે. કડવા પાટીદાર સમાજના UD ક્લબના રાસ-ગરબાના આયોજકે ખેલૈયાની એન્ટ્રી માટે આધારકાર્ડ ફરજિયાત બનાવ્યું છે. આધારકાર્ડ વિના એન્ટ્રી કે ગરબાના પાસ નહિ મળી શકે. તમને જણાવી દઈએ કે દર વર્ષે કડવા પાટીદાર સમાજના UD ક્લબના રાસ-ગરબા યોજાઇ છે. આ વર્ષે પણ યુડી કલબ ગરબાનું આયોજન કરવા જઇ રહ્યું છે. પાટીદાર સમાજના નવરાત્રિને લઈને લેવામાં આવેલા આ નિર્ણય સાથે અન્ય અર્વાચીન ગરબા આયોજકો પણ જોડાયા છે.

નોંધનીય છે કે, 3 ઓક્ટોબર ગુરુવારથી નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં હોવાથી પાર્ટી પ્લોટમાં અન ક્લબમાં ગરબાનું આયોજન કરતા ગરબા આયોજકો પણ આયોજનના કામમાં વ્યસ્ત થઇ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com