ગુજરતર રાજયમાં GJ-5 એવા સુરત શહેરમાં કાયદો શું કહેવાય? અને ગુંડા ગીરીને ડામવા સુરત પોલીસ ધ્વારા GUJCTOC હેઠળ 94 થી વધારે ગુનાઓની FIR થયેલ એવું જાલિમ ગેંગ સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે.
GJ-5 ખાતે સુરત પોલીસે લોકો માટે અને ખાસ કરીને પોલીસનો માથાનો દુખાવો બનેલા આસિફ ટામેટા ગેંગ વિરુદ્ધ પહેલો ગુનો દાખલ કર્યો હતો ત્યારે આજે સુરતના કુખ્યાત અમિત રાજપૂત ઉર્ફે લાલું જાલિમની ગેંગ વિરુદ્ધ પણ ગુનો દાખલ કર્યો છે જોકે આ ગેંગ વિરુદ્ધ સુરત ના મોટા ભાગના પોલીસ મથકમાં ગુનાઓ દાખલ થયા છે.
આ ગેંગ ના કેટલાક આરોપીઓની પોલીસે આજે ધરપકડ કરી હતી જોકે આ ગેંગમાં અમિત ઉર્ફે લાલું જાલીમ ગેંગ ‘ તરીકે કુખ્યાત ટોળકીના સાગરીતોએ જાહેર સુલેહ શાંતિ વિરૂધ્ધના , વ્યથા , મહાવ્યથા , ખૂન , ખૂનની કોશીષ અપહરણ જેવા શરીર સંબંધી , લુંટ , ખંડણી જેવા મિલકત સબંધી તથા ગુનાહિત ધમકી, અપમાન , ત્રાસ તથા આર્મસ એકટ અને એટ્રોસીટી એ કટ સંબંધી ગંભીર ગુનાઓ આચરવા માટે અન્ય સાગરીતો સાથે મળી સંગઠિત ગુના આચરતી ટોળકી organized crime syndicate ” બનાવી હતી.
આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર અમિત ઉર્ફે લાલુ જાલીમ રાજપુત છે. આ ટોળકીના સાગરીતો દ્વારા સુરત શહેરમાં અમરોલી , કતારગામ , એઠવા , સચીન , ઈચ્છાપોર , ઉધના , રાંદેર , ચોકબજાર , મહિધરપુરા , ઉમરા , સુરત રેલ્વે , સુરત ગ્રામ્ય ઓલપાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાનું નેટવર્ક ઉભી કરી તમામ આરોપીઓએ સંગઠિત તથા વ્યકિતગત કુલ 94 ગુનાઓ આચરેલ છે અને આવા ગુનાઓથી થતા આર્થિક ફાયદાને પોતાની આજીવિકાનું સાધન બનાવી પોતાની ગેરકાયદેસરની ગુનાહિત પ્રવૃત્તિ સતત ‘ continuing unlawful activity ” ચાલુ રાખી વારંવાર જાહેરમાં આવા ગુનાઓ કરી જનતામાં ભય અન્ય ત્રાસનું વાતાવરણ ફેલાવતા હતા.
આ ગેંગમાં અમિત ઉર્ફે લાલુ જાલીમ, દીપક જોગીન્દર જયસ્વાલ, શૈલેન્દ્ર ઉર્ફે શાહરૂખ કલ્લન શર્મા, શિવમ ઉર્ફે ફેનીલ ઉર્ફે રાજાસિંહ અમરસિંહ રાજપુત, નીલેશ ઉર્ફે મીયો દિલીપભાઈ અવરીતે, જગદીશ ઉર્ફે માઉંચોટલી કરશનભાઈ કટારીયા, આશિષ ઉર્ફે ચીકનો ઉમાશંકર પોડે, નિકુંજ ઉમેશભાઈ ચૌહાણ, રવિ ઉર્ફે પાનું શાલીગ્રામ સિતારામ, નયનભાઈ વસંતભાઈ બારૌટ, અવનેશકુમાર ઉર્ફે અન્ન દશરથસીંગ રાજપૂત સામે ગુજસીટોકના કેસ કર્યા છે.
આવી ગંગ માથું ઊંચકે તે પહેલા અને સુરત ને કાઇમ ફી સુરતનો ઉદેશ હેઠળ સુરત શહેર માં જુદી જુદી ટોળકીઓ દ્વારા વધી રહેલ ઓર્ગેનાઇઝ કાઇમ નેસ્તનાબુદ કરવા સુરત પોલીસે અમિત ઉર્ફે લાલુ જાલીમ ગેંગ ૩ આરોપી ધરપકડ કરી છે.