અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો-૨૦૨૪તા.૧૨/૦૯/૨૦૨૪ થી તા.૧૮/૦૯/૨૦૨૪,ગુજરાત એસ.ટી.નિગમની 1200 જેટલી બસો યાત્રાળુઓની સેવામાં કાર્યરત

Spread the love

યાત્રાળુની સેવામાં રાઉન્ડ ધ કલોક થઈ રહ્યું છે, બસોનું સંચાલન અલગ અલગ ૧૨ બુથો બનાવી સંચાલન કરવામાં આવી રહ્યું છું : વિભાગીય નિયામક કે.એસ.ચૌધરી

અમદાવાદ

દર વર્ષે અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમ મહામેળામાં આવતા દર્શનાર્થીઓ તેમજ યાત્રાળુઓને પોતાના વતનમાં આવવા-જવા માટે નિગમ દ્વારા સસ્તી, સલામત પરિવહન સેવા પૂરી પાડવા પાલનપુર, મહેસાણા, હિંમતનગર, અમદાવાદ વિભાગ દ્વારા વધારાની એક્સ્ટ્રા સર્વિસોનું સંચાલન હાથ ધરવામાં આવે છે.

ગત વર્ષે એસ.ટી નિગમ દ્વારા તા.૨૩/૯/૨૦૨૩ થી તા.૨૯/૯/૨૦૨૩ સુધી ૨૪૬૧૮ ટ્રીપો મારફતે ૧૬.૯૫ લાખ કિ.મી સંચાલિત કરી ૧૨.૫૪ લાખ મુસાફરોને પરિવહન સેવાનો લાભ આપી ૭૫૬.૦૭ લાખ આવક મેળવી હતી.ગત વર્ષે ૯૫૦ જેટલી બસોથી એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવેલ હતુ.યાત્રાળુની સેવામાં રાઉન્ડ ધ કલોક થઈ રહ્યું છે બસોનું સંચાલન: અલગ અલગ ૧૨ બુથો બનાવી સંચાલન કરવામાં આવી રહ્યું છું:વિભાગીય નિયામકશ્રી કે.એસ. ચૌધરી

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની શાનદાર જમાવટ થઇ રહી છે. માઈભક્તો પગપાળા માં અંબા ના દર્શન માટે આવી રહ્યા છે તો ઘણા શ્રદ્ધાળુઓ ગુજરાત એસ. ટી. નિગમની બસ મારફતે પણ અંબાજી આવી રહ્યા છે. અંબાજી આવતા મોટાભાગના લોકો પરત પોતાના ઘેર ગુજરાત એસ. ટી. નિગમની બસોમાં પ્રવાસ કરીને જાય છે. દૂર સુદૂર થી આવતા યાત્રાળુઓની સેવામાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા 1250 જેટલી બસો મુકવામાં આવી છે. યાત્રાળુઓની સેવામાં કાર્યરત આ બસ સેવાનો લાભ લઈ યાત્રિકો રાજ્ય સરકાર અને વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી રહ્યા છે અને તે સેવાનો અવિરત લાભ લઈ રહ્યા છે.

વિશ્વ પ્રસિદ્ધ ભાદરવી પૂનમના મેળા અંગે એસ. ટી. તંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાઓ અંગે માહિતી આપતાં વિભાગીય નિયામકશ્રી કે.એસ. ચૌધરીએ જણાવ્યું હતું કે તા.૧૨ સપ્ટેમ્બર થી ૧૮ મી સપ્ટેમ્બર દરમિયાન વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મેળા માટે વર્ષે પાલનપુર ઉપરાંત મહેસાણા, હિમંતનગર અને અમદાવાદ એમ ૪ વિભાગ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે. અંદાજે ૧૨૫૦ જેટલી બસો દ્વારા યાત્રાળુઓની સેવામાં ૨૪ કલાક એસ..ટી વિભાગનો સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે. આ માટે અલગ અલગ ૧૨ બુથો બનાવી સંચાલન કરવામાં આવી રહ્યું છે. એસ. ટી. વિભાગ દ્વારા અંબાજીમાં આવતા મુસાફરોને કોઈપણ પણ તકલીફ ના પડે તે માટે વિશેષ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.

દાહોદ જિલ્લાના ગરબડાના રહેવાસી યાત્રાળુ શ્રી રક્ષાબેને જણાવ્યું હતું કે હું માં અબેના દર્શન કરવા અને ગબ્બરના દર્શન માટે આવી છું. અહી આવતા યાત્રાળુઓ માટે એસટી વિભાગ દ્વારા સારી સુવિધાઓ કરવામાં આવી છે એ બદલ હું સરકારનો આભાર માનું છું.

માં અંબેના દર્શનાર્થીશ્રી મનીષભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, મંદિર માં ના દર્શન પછી એસટી વિભાગની સેવાઓ યાત્રાળુઓ માટે મૂકી છે એ માટે હું એસટી વિભાગને ધન્યવાદ આપું છું. આણંદ જિલ્લાના લાલપુર ગામના શ્રદ્ધાળુ શ્રી પઢિયારે જણાવ્યું કે, અંબાજી મેળામાં એસટી વિભાગની સારી સેવા આપી રહી છે તે બદલ હું એસટી વિભાગને ધન્યવાદ આપું છું.

અંબાજી માર્ગો પર પદયાત્રી અને સંઘોનો ધમધમાટ,અરવલ્લીની ગિરિમાળાઓ જય અંબેના જયઘોષથી ગુંજી ઉઠી,પદયાત્રી અને સંઘોનો અવિરત પ્રવાહ અંબાજી તરફ આગળ વધી રહ્યો છે

યાત્રાધામ અંબાજી ખાતે ૧૨ મી સપ્ટેમ્બરથી આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મેળાનો શુભારંભ થયો છે. રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, જિલ્લા વહીવટીતંત્ર, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા માઇભક્તો માટે સેવા અને સૂશ્રુષા સાથે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

જય અંબે …બોલ માડી અંબે…અંબાજી દૂર હૈ… જાના જરૂર હૈ ના જયઘોષ અને જયનાદ સાથે ભક્તો આગળ વધી રહ્યા છે. મેળાના બીજા દિવસે માઈ ભક્તોનો અવિરત પ્રવાહ યાત્રાધામ અંબાજી ખાતે મા અંબા ના દર્શન માટે ઉમટયો છે. દાંતા- હડાદના માર્ગો પર મોટી સંખ્યામાં પદયાત્રીઓ અને સંઘમાં આવતા માઈભક્તોનો ઘસારો જોઈ શકાય છે. અબાલવૃદ્ધ સૌ કોઈ મા ના દર્શનની ઝંખના સાથે અંબાજી તરફ આગળ વધી રહ્યા છે.

શકિત , ભક્તિ અને શ્રદ્ધા સાથે અવિરત આવી રહેલા માઇભકતોના સંઘોથી અંબાજી તરફના માર્ગો ધમધમી ઉઠ્યા છે. જય અંબેના જયનાદ થી અરવલ્લી ની ગિરિમાળા ઓ ગુંજી રહી છે. પ્રકૃતિના રમણીય સાંનિધ્યમાં આનંદ, ઉલ્લાસ અને નાચતા ગાતા માઇભકતો અંબાજી માર્ગોપર ગરબે ઘૂમતા અને મસ્તી સાથે અંબાજી આવી રહ્યા છે. નોંધનીય છે કે મેળાના પ્રથમ દિવસે ૧,૯૩,૦૦૦ જેટલા માઇભકતો અંબાજી દર્શન કરી ધન્ય બન્યા છે, .

ગુજરાતના ખૂણે ખૂણેથી દૂર સૂદુર થી માઇભકતો હાથમાં ધજા, ત્રિશૂળ, ચુંદડી અને અનેકવિધ વેશભૂષા સાથે મૌજ મજા અને શ્રદ્ધા સાથે અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે. દાંતા અંબાજી માર્ગો પર આવા પદયાત્રી સંઘોનો અવિરત પ્રવાહ આગળ વધી રહ્યો છે. ત્યારે ખંભાત તાલુકાના ગોલાણા ગામના પ્રકૃતિ પ્રેમી યુવાનોનો સંઘ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. મેળામાં સૌનું ધ્યાન આકર્ષિત કરવા આ યુવાનો માથે ફૂલ અને પત્તાની ચોટલી બનાવી પોતાની મસ્તી સાથે અંબાજી આવ્યા છે.

પ્રકૃતિના સાંનિધ્યમાં અને અરવલ્લીની ગીરીમાળાઓ માં ભરાતા અંબાજીના મેળામાં દરેક શ્રદ્ધાળુ પોત પોતાની અલગ અલગ શ્રદ્ધા અને આસ્થા સાથે આવે છે. મા અંબા સૌના મનોરથ પૂર્ણ કરતી હોવાની આસ્થા સાથે લાખો ભાવિક માઈ ભક્તો ભાદરવી પૂનમના મેળામાં આવી રહ્યા છે.

અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો: તા.૧૨/૦૯/૨૦૨૪ થી તા.૧૮/૦૯/૨૦૨૪

– વિભાગ: પાલનપુર, મહેસાણા, હિંમતનગર, અમદાવાદ

એક્સ્ટ્રા બસની સંખ્યા: ૧૦૦૦ થી ૧૧૦૦ બસો

– એક્સ્ટ્રા સંચાલનનું સ્થળ:જુદા-જુદા વિસ્તારમાં ૧૦ હંગામી બુથ ઉભા કરી રૂટ વાઈઝ સંચાલન કરવામાં આવે છે.

એક્સ્ટ્રા સંચાલનના રૂટ:

અંબાજી-ગબ્બર-અંબાજી

અંબાજી-દાંતા-અંબાજી

અંબાજી થી પાલનપુર, ડીસા, થરાદ, રાધનપુર, દિયોદર, સિધ્ધપુર, આબુરોડ

અંબાજી થી ખેરાલુ, વડનગર, વિસનગર, મહેસાણા, ઉંઝા, પાટણ, હારીજ, કડી, કલોલ, ગોઝારીયા, ગાંધીનગર ,અંબાજી થી ખેડબ્રહ્મા, ઇડર, હિંમતનગર, શામળાજી, મોડાસા, વિજાપુર, માણસા, લુણાવાડા, નડિયાદ

અંબાજી થી અમદાવાદ, વડોદરા, સુરત

– નિગમ દ્વારા મુસાફરોને નીચે મુજબની જરૂરી વ્યવસ્થાઓ પણ પૂરી પાડવામાં આવે છે.

એસ.ટી બસોની પૂરતી સુવિધા

હંગામી પેસેન્જર શેડ

લાઈન/ક્યુ વ્યવસ્થા

• પીવાના પાણીની વ્યવસ્થા

• જાહેર પેશાબઘરની વ્યવસ્થા

માર્ગદર્શન માટે સતત માઈક એનાઉન્સ ની વ્યવસ્થા

દરેક બૂથ ઉપર મોબાઈલથી સંપર્ક

ક્રેઈન તથા મિકેનિક ગેંગની વ્યવસ્થા

એમ્બ્યુલન્સની વ્યવસ્થા

ડેપો ખાતે ફાયર ફાઈટરની વ્યવસ્થા

બુથ વાઈઝ, બુથ ઈન્ચાર્જની નિમણૂંક

બેનરો, હોર્ડીંગ્સ તથા પત્રિકાઓ દ્વારા યાત્રાળુઓને માર્ગદર્શનની વ્યવસ્થા

યાત્રાળુઓ/સંઘોને સંકલન સાધી જરૂરી સુવિધા આપવાની વ્યવસ્થા

જી.પી.એસ પદ્ધતિથી કંટ્રોલ રૂમ સહિત મોનીટરીંગની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com