17 સપ્ટેમ્બરથી શરૂ થનાર ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ : ’સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશના આયોજન માટે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ

Spread the love

૧૭થી ૨૨ સપ્ટેમ્બર દરમિયાન પબ્લિક ટ્રાન્સપોર્ટ હબ અને હાઇવેની સફાઈની થીમ અંતર્ગત બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, રીક્ષા/ટેક્સી/સાઇકલ સ્ટેન્ડ તેમજ રાજ્યના ધોરીમાર્ગો, રાષ્ટ્રીય ધોરીમાર્ગો, રિંગ રોડ સહિતની સફાઈ હાથ ધરાશે

અમદાવાદ

અમદાવાદ જિલ્લામાં 17 સપ્ટેમ્બરથી 31મી ઑક્ટોબર સુધી ચાલશે સ્વચ્છતા અભિયાન : સફાઈ ઉપરાંત જનજાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો તેમજ સફાઈ કર્મચારીઓ માટેના ઉપક્રમો પણ યોજાશે.રિજનલ મ્યુનિ. કમિશનર  રવીન્દ્ર ખટાલે, જિલ્લા વિકાસ અધિકારી  વિદેહ ખરે અને અધિક નિવાસી કલેક્ટર  સુધીર પટેલની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ.

કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા પ્રાંત અધિકારીશ્રીઓ તથા નગરપાલિકાઓના ચીફ ઓફિસરશ્રીઓને સમગ્ર અભિયાનની રૂપરેખા સમજાવવામાં આવી.સમગ્ર દેશમાં 17મી સપ્ટેમ્બરથી ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ શરૂ થનાર છે, ત્યારે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર પણ આ ઝુંબેશ થકી સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા અભિયાનને વેગવંતુ બનાવવા માટે સજ્જ છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે.ના માર્ગદર્શનમાં ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ માટે આયોજન અને પૂર્વતૈયારીઓ ચાલી રહી છે. જેના ભાગ રૂપે કલેક્ટર કચેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા પ્રાંત અધિકારીશ્રીઓ તથા નગરપાલિકાઓના ચીફ ઓફિસરશ્રીઓને સમગ્ર અભિયાનની રૂપરેખા સમજાવવામાં આવી હતી અને સ્વચ્છતા અભિયાનની દુરોગામી અસર સર્જાય એવી રીતે આયોજનબદ્ધ કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવી હતી.આ સમયગાળા દરમિયાન રસ્તાઓ, હાઇવે, જાહેર માર્ગો, રેલવે અને બસ સ્ટેશન સહિત જાહેર પરિવહનનાં સ્થળો, નદી, નાળાં, તળાવના કાંઠા સફાઈ, મુખ્ય માર્ગો, બજાર, ચોક, મહાનુભાવોની પ્રતિમાઓ, સર્કલ, સરકારી અને જાહેર સાહસની કચેરીઓ, નગરપાલિકાના આઉટગ્રોથ વિસ્તારો, પ્રવાસન સ્થળો, ધાર્મિક સ્થળો સહિતનાં સ્થળોની સઘન સફાઈ હાથ ધરાશે.

આ જાગૃતિ અભિયાનના ભાગરૂપે દીવાલો પર ચિત્રો, સ્વચ્છતા રેલી, સાંસ્કૃતિક કાર્યક્રમો, નુક્કડ નાટકો સહિતના વિવિધ માધ્યમો દ્વારા સ્વચ્છતાનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.આ સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત ભાગીદારી થકી સ્વચ્છતા, સ્વચ્છતા લક્ષિત એકમો તથા સફાઈ મિત્ર સુરક્ષા શિબિર સહિતનાં આયોજનો સવિશેષ કરવામાં આવનાર છે. ઉપરાંત, સ્વચ્છતા માટે જાહેર જનતાની ભાગીદારી, સ્વચ્છતા અંગે જાગૃતિ સહિતનાં આયોજનો ઉપરાંત બ્લેક સ્પોટ નિશ્ચિત કરી, તેને દૂર કરવાની કામગીરી અને મેગા ક્લિનિંગ ડ્રાઈવનું પણ આયોજન કરવામાં આવનાર છે.

જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત વિવિધ થીમ આધારિત સફાઈ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેમાં ૧૭થી ૨૨ સપ્ટેમ્બર દરમિયાન પબ્લિક ટ્રાન્સપોર્ટ હબ અને હાઇવેની સફાઈની થીમ અંતર્ગત બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, રીક્ષા/ટેક્સી/સાઇકલ સ્ટેન્ડ તેમજ રાજ્યના ધોરીમાર્ગો, રાષ્ટ્રીય ધોરીમાર્ગો, રિંગ રોડ સહિતની સફાઈ હાથ ધરવામાં આવશે. ૨૩થી ૨૯ સપ્ટેમ્બર દરમિયાન ધાર્મિક અને પ્રવાસન સ્થળોની સફાઈની થીમ અન્વયે ધાર્મિક સ્થળો, મ્યુઝિયમ, પ્રવાસન સ્થળો, બાગ/બગીચા, ઐતિહાસિક સ્થળો, સાર્વજનિક/રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય સહિતનાં સ્થળોએ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

તા. ૩૦ સપ્ટેમ્બરથી ૬ ઓક્ટોબર દરમિયાન જળાશય સફાઈની થીમ અંતર્ગત નદી, તળાવ, સરોવર સમુદ્ર કિનારા, વરસાદી પાણીનાં નાળાં, ચેક પોઇન્ટ સહિતની સફાઈ હાથ ધરવામાં આવશે. જ્યારે ૭ ઓક્ટોબરથી ૧૩ ઓક્ટોબર દરમિયાન સર્કલ/પ્રતિમાઓની સફાઈની થીમ હેઠળ વિવિધ સર્કલ, ચાર રસ્તાઓ અને પ્રતિમાઓ, ખુલ્લા પ્લોટ અને બેકલેનની સફાઈ હાથ ધરવામાં આવશે. આ જ રીતે, તા. ૧૪થી ૨૦ ઓક્ટોબર દરમિયાન માર્કેટ અને વાણિજ્ય વિસ્તારની સફાઈની થીમ હેઠળ વાણિજ્ય વિસ્તાર તમામ માર્કેટ, એપીએમસી, શાકમાર્કેટ અને ફૂડ માર્કેટની સફાઈ હાથ ધરવામાં આવશે.

તા. ૨૧થી ૨૭ ઓક્ટોબર દરમિયાન સરકારી કચેરીઓ/સંસ્થાઓની સફાઈની થીમ હેઠળ તમામ સરકારી કચેરીઓમાં સફાઈ, રેકર્ડ વર્ગીકરણ, ભંગારનો નિકાલ, જૂનાં વાહનોની હરાજી, શાળા, કોલેજ તથા અન્ય શૈક્ષણિક સંસ્થાઓની સફાઈ, હોસ્પિટલ, ખાનગી તથા સરકારી દવાખાના, પીએસસી, સીએચસી, અર્બન હેલ્થ સેન્ટરની સફાઈ હાથ ધરવામાં આવશે. ૨૮ ઓક્ટોબરથી ૩૧ ઓક્ટોબર દરમિયાન આઉટ ગ્રોથ વિસ્તારની સફાઈની થીમ હેઠળ તમામ એન્ટ્રી પોઇન્ટથી એપ્રોચ વિસ્તારમાં, શહેરના તમામ ફૂટપાથ, વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ સાઈડ અને આસપાસના વિસ્તારની સફાઈ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત, આ સમયગાળામાં સાંસ્કૃતિક ઉત્સવ, સ્વચ્છતા રેલી, યોગ શિબિર, સ્વચ્છતા વોર્ડ સ્પર્ધા, શૈક્ષણિક સંસ્થાની ભાગીદારી, સાઇકલોન/મેરેથોન/સ્વચ્છતા શપથ, વોલ પેઇન્ટિંગ, સેલ્ફી પોઇન્ટ અને હ્યુમન ચેઈન, સફાઈ મિત્ર સુરક્ષા શિબિર, એક પેડ મા કે નામ/વૃક્ષારોપણ ઝુંબેશ, સ્વચ્છ ફૂડ સ્ટ્રીટ, શેરી નાટક, સ્વચ્છતા સંવાદ, વેસ્ટ ટુ આર્ટ તથા એવોર્ડ અને સન્માન સમારોહ સહિતના કાર્યક્રમોનું આયોજન પણ વિચારવામાં આવ્યું છે.સ્વચ્છતાના પાયાના કાર્યકર એવા સફાઈ કર્મચારીઓ માટે પણ આ વર્ષે ખાસ વ્યવસ્થાઓ અને કાર્યક્રમો યોજવામાં આવનાર છે. સફાઈ મિત્ર સુરક્ષા શિબિર અન્વયે સફાઈકર્મીઓ માટે મફત આરોગ્ય ચકાસણી કેમ્પ, સફાઈ કર્મીઓને સુરક્ષાલક્ષી ઉપકરણો એનાયત કરવા, સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ એનાયત કરવા, સફાઈ કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યો માટે રાશન કાર્ડ, આયુષ્માન કાર્ડ કાઢી આપવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે.આ અભિયાનમાં સરકારી સંસ્થાઓ, એનજીઓ તેમજ જિલ્લાના તમામ નાગરિકોના સહયોગથી સ્વચ્છતાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com