ગાંધીનગરના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામ નજીક મેશ્વો નદીમાં આજે 10 વ્યક્તિઓ પાણીમાં ડૂબી ગયા હોવાના દુઃખદ ઘટના બની હતી આ ઘટનામાં નવ વ્યક્તિઓ ડૂબી જવાથી મૃત્યુ થયા છે. જ્યારે એક યુવાન બચી ગયો છે. આ તમામ ૧૦ વ્યક્તિઓ ગણેશ વિસર્જન કરવા માટે નદીમાં ઉતર્યા ન હોતા પણ તમામ વ્યક્તિઓ નાહવા માટે નદીમાં આવ્યા હતા, તેવું ગ્રામજનો અને બચી ગયેલા યુવાન પાસેથી જાણવા મળ્યું છે, તેવું જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવે જણાવ્યું છે.
ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવે જણાવ્યું છે કે, ગાંધીનગરના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામ પાસેની મેશ્વો નદીમાં આજે દસ વ્યક્તિઓ નાહવા માટે ગયા હતા. તે તમામ વ્યક્તિઓ ડૂબી ગયા હોવાના સમાચાર ગાંધીનગર જિલ્લા વહીવટની તંત્રને મળતા જ મારા સાથે પ્રાંત અધિકારી શ્રી બ્રિજેશ મોડિયા અને સ્થાનિક અધિકારીઓ સાથે ઘટના સ્થળે અમે પહોંચી ગયા હતા. આ અંગે ગ્રામજનો સાથે વાત કરી હતી, ત્યારે માલુમ પડ્યું હતું કે, ડુબનારા વ્યક્તિઓ ગણેશ વિસર્જન કરવા માટે આવ્યા ન હતા. પરંતુ તેઓ તેમની રીતે અહીં નાહવા માટે આવ્યા હતા. અને તેઓ નદીએ નાહી રહ્યા હતા તે દરમિયાન દસે દસ વ્યક્તિઓ ડૂબી જવાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતા તમામ ડૂબી ગયેલા નવ વ્યક્તિઓના મૃતદેહો બહાર કાઢવાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી હતી. એક વ્યક્તિ જે બચી ગયા છે તે વ્યક્તિના જણાવ્યા અનુસાર તેઓ ગણેશ વિસર્જનમાં આવેલા ન હતા. પરંતુ ત્યાં આગળ નહાવા માટે આવ્યા હોવાનું તે વ્યક્તિએ જણાવ્યું છે. આ ઘટના અંગે ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રીએ દુઃખની લાગણી વ્યક્ત કરી છે.