રાજ્યનાં ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરનાં અધિકારીઓ હવે ચલણ કાપી શકશે. પહેલા કોર્પોરેશન વિસ્તારમાં જ આ નિયમ લાગુ હતું. તેમજ રાજ્યમાં હેડ કોન્સ્ટેબલ અને તેની ઉપરી અધિકારીઓ કમ્પાઉન્ડિંગ ફી પણ વસૂલ કરવાની સત્તા અપાઈ છે. શહેરી વિસ્તારમાં જ હેડ કોન્સ્ટેબલને ચલણ કાપવાની સત્તા હતી.હવે હેડ કોન્સ્ટેબલ હવે રાજ્યનાં તમામ જીલ્લા, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ચલણ કાપી શકશે.