અમદાવાદ
ગુજરાત કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ બી, અમદાવાદ ખાતે છત્તીસગઢ અને ગોવાની વચ્ચે અંડર-19 મહિલા ટી-20 ટુર્નામેન્ટ ની મેચ રમાઈ હતી જેમાં છત્તીસગઢ ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. છત્તીસગઢ એ 20 ઓવરમાં 91 રન બનાવી સાત વિકેટ ગુમાવી હતી. જ્યારે ગોવા ની ટીમે 15.2 ઓવરમાં 60 ટન બનાવી 10 વિકેટ ગુમાવી દીધી હતી. આમ છત્તીસગઢ 31 રને જીત્યું હતું. ગોવાની ટીમમાંથી બેટ્સમેન માં શ્રેષ્ઠ પ્રદર્શનમાં રાધિકા નેતામે 22 બોલમાં 26 રન,નિખિલા નાઈક 27 બોલમાં 18 રન, કલ્પનાએ 16બોલમાં 16 રન બનાવ્યા હતા. છત્તીસગઢ ની ટીમ તરફથી શ્રેષ્ઠ પ્રદર્શન બોલરોમાં માનસી ઉપાધ્યાય અને કિરણ વર્માએ ત્રણ ત્રણ વિકેટ ઝડપી કર્યું હતું. ગોવાની ટીમમાંથી ચાર બેટ્સમેન ઝીરો રન બનાવી આઉટ થયા હતા. આમ ગોવાની સામે છત્તીસગઢનો 31 રનથી વિજય થયો હતો. ગુજરાત અને મધ્યપ્રદેશની બીજી મેચમાં ગુજરાતની ટીમે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. ગુજરાતની ટીમે 20 ઓવરમાં ૬૨ રન બનાવી સાત વિકેટ ગુમાવી હતી મધ્યપ્રદેશની ટીમે જવાબમાં 17.3 ઓવરમાં 63 રન બનાવી ચાર વિકેટ ગુમાવીને છ વિકેટથી વિજય મેળવ્યો હતો. આયુષી શુક્લાય 25 બોલમાં 26 રન, નિધિ દેસાઈએ 25 બોલમાં 23 રન, ઈસના સ્વામીએ 38 બોલમાં 20 રન બનાવ્યા હતા. વૈષ્ણવી શર્માએ ત્રણ ઓવરમાં બે રન અને એક મેડન સાથે ત્રણ વિકેટ, જીયા જેઠવાએ ચાર ઓવરમાં 11 રન આપી બે વિકેટ અને દિયા જરીવાલા એ ચાર ઓવરમાં પાંચ રન આપી એક વિકેટ ઝડપી હતી.
રિલાયન્સ જી 1 મેન્સ અન્ડર 19 વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે મેચ રમાઈ હતી જેમાં ગુજરાતે ટોસ જીતીને બેટિંગ લીધી હતી. ગુજરાતી પ્રથમ દાવમાં 50 ઓવરમાં 246 રન બનાવી આઠ વિકેટ ગુમાવી હતી જ્યારે સૌરાષ્ટ્ર ની ટીમ 39.2 ઓવરમાં ફક્ત ₹120 રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી. આમ ગુજરાતની ટીમનો 126 રને વિજય થયો હતો. ક્રિસ ચૌહાણ 82 બોલ માં 65 રન બનાવી અડધી સદી મૌલ્યરાજસિંહ ચાવડા એ 66 બોલમાં 51 રન બનાવી અડધી સદી,વેદાંત ત્રિવેદીએ 65 બોલમાં 44 રન બનાવ્યા હતા. જ્યારે રુદ્ર નીતિન પટેલે 10 ઓવરમાં 20 રન આપીને ચાર વિકેટ લીધી હતી. બરોડા અને મુંબઈ વચ્ચેની બીજી મેચમાં બરોડા જીતીને બેટિંગ લીધી હતી પ્રથમ દાવમાં 50 ઓવરમાં 293 રન બનાવી 9 વિકેટ ગુમાવી હતી જેના જવાબમાં મુંબઈની ટીમ 37.4 ઓવરમાં 146 રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી. આમ બરોડા નો 147 રને વિજય થયો હતો. નીતિયા પંડ્યા એ 113 બોલમાં 87 રન, પવન પટેલે ફાસ્ટ 36 બોલમાં 73 રન અને સ્મિત રાઠવા એ 74 બોર્ડમાં 55 રન બનાવ્યા હતા. પવન પટેલે ચાર ઓવરમાં 15 રન આપી સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી. કેશવ વારકે અને આકાશ પવારે ત્રણ ત્રણ વિકેટ લીધી હતી.