અમેરિકાના ન્યૂયોર્કમાં સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ,ગુનેગારો સામે તાત્કાલિક પગલાં લેવા માંગ

Spread the love

અમેરિકાના ન્યૂયોર્કમાં બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના મંદિરમાં તોડફોડની ઘટના બાદ ભારતીય દૂતાવાસે આ ઘટનાની સખત નિંદા કરી છે. દૂતાવાસે કહ્યું કે તેણે આ ઘૃણાસ્પદ કૃત્યમાં સામેલ અપરાધીઓ સામે તાત્કાલિક કાર્યવાહી માટે અમેરિકાના વહીવટીતંત્ર સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે.નોંધનીય છે કે થોડા દિવસો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ ઘટના સ્થળની નજીક યોજાવાનો છે.

ભારતીય દૂતાવાસે સોમવારે એક્સ પર પોસ્ટ કરી લખ્યું હતું કે ન્યૂયોર્કના મેલવિલે સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ અસ્વીકાર્ય છે. એમ્બેસી સંબંધિત લોકોના સંપર્કમાં છે અને ગુનેગારો સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.

મેલવિલે લોંગ આઇલેન્ડના સફોક કાઉન્ટીમાં છે અને આ સ્થળ 16,000 બેઠકો ધરાવતા નાસાઉ વેટરન્સ મેમોરિયલ કોલિઝિયમથી આશરે 28 માઇલ દૂર છે. અહી PM મોદી 22મી સપ્ટેમ્બરે એક વિશાળ કાર્યક્રમને સંબોધિત કરશે.

હિંદુ અમેરિકન ફાઉન્ડેશને એક એક્સ-પોસ્ટમાં લખ્યું છે કે હિંદુ સંસ્થાઓને તાજેતરમાં મળેલી ધમકીઓ પછી ન્યાય વિભાગ અને હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે મંદિર પરના હુમલાની તપાસ કરવી જોઈએ. કારણ કે આ સપ્તાહના અંતમાં નજીકના નાસાઉ કાઉન્ટીમાં એક વિશાળ ભારતીય સમુદાયની જાહેર સભાનું આયોજન કરવામાં આવશે.

આ ઘટનાને લઇને ઇન્ડિયન મિશને એક્સ પર જાણકારી આપી હતી કે ન્યૂયોર્કના મેલવિલેમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ અસ્વીકાર્ય છે. ન્યૂયોર્કમાં ભારતીય કોન્સ્યુલેટ સમુદાયના સંપર્કમાં છે અને આ ઘૃણાસ્પદ કૃત્યના ગુનેગારો સામે તાત્કાલિક પગલાં લેવા માટે અમેરિકી લૉ એનફોર્સમેન્ટ અધિકારીઓ સાથે મુદ્દો ઉઠાવ્યો છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com