ગુજરાત રાજ્યમાં ૨૩ વર્ષથી એકહથ્થુ શાસન ભાજપ ભોગવી રહ્યું છે ત્યારે રાજ્યમાં અને ગુજરાતમાં પાટનગર એવા જીજે ૧૮માં વિકાસ પણ એવો જ થયો છે ત્યારે જમીના ભાવો પણ આસમાની સુલતાની ચૂમી રહ્યાં છે. હમણાં જ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી એ જમીન માફિયાઓ, જમીન પચાવી લેતા તત્વો સામે કડક કાયદો લાવ્યા છે ત્યારે અહીંયા મહામૂલી જમીન સરકારની છે તેમાં ખરેખર તો આ જમીન માર્ગ અને મકાન વિભાગ તથા પાટનગર યોજનાની છે ત્યારે આ જમીનમાં પા‹કગ જે મહાનગર પાલિકા સ્માર્ટસિટી દ્વારા બનાવવામાં આવેલ છે તેની પરમીશન લેખિતમાં અથવા કોઈ ઓર્ડર મેળવેલ છે કે કેમ ? ફક્ત હવામાં વાતો કરીને સહાનુભૂતિથી હા કહીને તો પા‹કગ દેઠોક બનાવવામાં નથી આવી રહ્યાં ને ? ગાંધીનગર શહેરમાં અત્યારે જમીનો નથી અને સે.૧૧ કોમર્શિયલ જેવા વિસ્તારોમાં કરોડોનો મહામૂલી જમીનમાં પા‹કગ બનાવવાનું કારણ શું ? હાલમાં જે ગાંધીનગર ખાતે હોટલ હવેલી ફોરચ્યુન બનાવેલી છે તે અખબારભવન અને હોટલ હવેલી વચ્ચેના ભાગમાં હજારો મીટર જગ્યા પા‹કગ ગાંધીનગર મનપા દ્વારા બનાવવામાં આવી રહ્યું છે ત્યારે આમાં ફાયદો કોને ? હોટલ હવેલીમાં પા‹કગની રામાયણ પણ છે અને હોટલ હવેલી દ્વારા ધાબા પર લાક્ષાગૃહ લાકડાનો બનાવી દીધેલો છે જ્યારે આગ લાગે ત્યારે શું ? રસોઈ બનાવવાનું કિચન પણ ગેરકાયદે બહાર પટાંગણમાં ફેંકી દીધું છે ત્યારે તંત્ર આંખ મિંચામણા કરી રહ્યું છે. બિલ્ડરો દ્વારા જે બિલ્ડીંગો બાંધવામાં આવી છે તેમાં ઘણી જ બિલ્ડીંગમાં ભોંયરાના પા‹કગ બંધ હાલતમાં અને તાળા મારેલા છે. ત્યારે આ પા‹કગમાં સરકારની જગ્યામાં બનાવવામાં આવતાં બિલ્ડરોને ગળે પહેરાવી દેશે. અને આ જગ્યા ટેમ્પરરી છે જેથી કરોડોના કરેલા ધુમાડાના ગોટા ભવિષ્યમાં ઉડવાના જ છે. તેમાં બેમત નથી. ત્યારે ગ્રાહકો આમાં ફસાઈ જાય તેવી ભીતી રહેલી છે ત્યારે મપનાની સ્માર્ટ સિટી દ્વારા જે પા‹કગ બનાવવામાં આવ્યા છે તે હોટલના માલિકોના ફાયદા માટે ? કે બિલ્ડરોના ફાયદા માટે ? કે પછી વાહન ચાલકો અને ગ્રાહકો માટે ? આ પ્રશ્ન પેચીદો છે ત્યારે કરોડોની મહામૂલી જમીનમાં મનપા દ્વારા પા‹કગ જે બનવાવામાં આવ્યું છે તે જાવા જઈએ તો કાયદેસર કઈ રીતે ગણી શકાય ? નથી લેખિતમાં મંજૂરી માર્ગ અને મકાન તથા પાટનગર યોજના વિભાગની તો પછી આ પા‹કગ બનાવીને ફાયદો કોને ? સરકારના કરોડોનું તાપણું કરવાનો પ્રોજેક્ટ અને આવા અનેક પ્રોજેક્ટ જેમાં ફેન્સિંગ, પેવર બ્લોક ફેઈલ અને ફેઈલ ગયા છે ત્યારે મનપા દ્વારા જ્યાં જ્યાં પા‹કગ બનાવવામાં આવ્યા છે તે મોટા બિલ્ડરોના લાભાર્થે જે બનાવવામાં આવ્યા હોવાનું પ્રજાનો મત છે અને પ્રજામાં ચર્ચા થઈ રહી છે. કરોડોનું તાપણું કર્યા બાદ આખરે થોડા વર્ષમાં આ જમીન પર પાછું કન્સ્ટ્રક્શન કે સરકાર પોતે કોઈક બાંધવાનું વિચારશે તો શું ? આ ખર્ચા જે તાપણાં કર્યા છે તે ધુમાડા બરાબર જ ગણવાનાને ? લારી ગલ્લાથી લઈને નાના શ્રમિકો સરકારી જગ્યામાં રોજગારી મેળવે છે કોઈ દબાણકાર કાયમી નથી સવારે મૂકી સાંજે લઈ જાય ત્યારે સરકારની જમીનમાં મનપાનું દબાણ અને તે પણ ગ્રાહકો ને વેપારી જેવા માટે પા‹કગ નહીં પણ હોટલ તથા બિલ્ડરોના લાભાર્થે હોવાની ભારે ચર્ચા ત્યારે મનપાના તમામ નગરસેવકો ચુપકી તો સાંધી લીધી છે પરંતુ વિરોધપક્ષના નેતા ખોંખારો કેમ ખાતા નથી ? ત્યારે કોંગ્રેસ પણ ચૂપ થઈને તમાશો જાઈ રહી હોવાનો ઘાટ છે ત્યારે એક મહિલા કોંગ્રેસના નગરસેવક દેકારો મચાવી રહી છે પણ શાસક પક્ષ અને વિરોધ પક્ષનું સેટીંગ ડોટ કોમ હોવાનું પણ પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે હવે આ સરકારી મહામૂલી જમીનમાં પા‹કગ કાયદેસર નથી અને કોઈ જ મંજૂરી માર્ગ અને મકાન અને પાટનગર યોજનાની લીધેલી હોય તો પ્રજામાં મનપા જાહેર કરે કારણકે આના કારણે દુકાનો, ઓફિસો, ખરીદતા ગ્રાહકો અને વેપારીઓ પા‹કગ જાઈને ખરીદી રહ્યાં છે ત્યારે આ પાર્કિંગ ટેમ્પરરી છે કે કેમ ? અને માર્ગ અને મકાન તથા પાટનગરની મંજૂરી મેળવેલી છે કે કેમ ? તે ખુલાસો કરવાની તાતી જરુર છે.