ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ આવ્યા બાદ ભાજપમાં અને નાના કાર્યકરોમાં ઝોક આપ્યો છે અને નાના કાર્યકરોને પણ લાગી રહ્યું છે કે વર્ષો જુના કાર્યકોરનું આ વુયક્તિ સાંભળશે ત્યારે તેમના એન્ટ્રી બાદ ગુજરાતની પેટા ચુંટણીમાં ૮ સીટો ભાજપને ફાળે આવી હતી તયારે આગાહી અને પોલ પણ ખોટા પડ્યા હતાં ત્યારે ભાજપમાં ૨૩ વર્ષથી એકહથ્થુ શાસન ભાજપ સંભાળી રહ્યાં છે તે નાની સૂની વાત નથી ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ મહેસાણાના પ્રવાસે હતાં અતે સમયે શંખલપુરમાં સરપંચ સંવાદ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને તેમને સરપંચોએ સંબોધન કર્યું હતું. સરપંચ સંવાદ કાર્યક્રમમાં સરપંચોમાં મહિલા સરપંચોની હાજરી ખૂબ જ પાંખી હતી મહિલા સરપંચની જગ્યાએ તેમના પતિઓ આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા હતાં. ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે માર્મિક ટકોર કરીને જણાવ્યું હતું કે હવે પછીના કોઈપણ પાર્ટી પક્ષમાં કાર્યક્રમ હોય તો પતિદેવ તેમની પત્નીને મોકલશો. તેમને આગળ આપવા દો મહિલાઓના ઉત્થાન માટે રાજ્ય સરકાર અનેક પગલાં લઈ રહી છે. મહિલાઓ માટે રિઝર્વ સીટો રાખવામાં આવી છે ત્યારે કેમ? મહિલાઓ આગળ આવે તે જરુરી છે ત્યારે આજ હાલ મહાનગર પાલિકાથી લઈને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં પમ છે. મોટાભાગના પતિ પોતે જ સરપંચથી લઈને હોદ્દેદાર હોય તેમ વર્તી રહ્યાં ત્યારેતંત્રએ પણ આ બાબતે સજાગતા દાખવવાની જરૂર છે તોજ મહિલા આગળ આવશે સંવાદ કાર્યક્રમમાં હોદ્દેદારો મહિલા હોય ત્યાં પતિઓ હાજર રહ્યા હતાં ત્યારે જે મહિલા હોદ્દા ઉપર હોય તે જગ્યાએ તમામ વહીવટ પતિદેવ કરી રહ્યં હોવાનું તારણ સાથે સીઆર પાટીલે ચાબખા માર્યા હતાં.