સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટીવ આવતા વટવામાં ઈડબ્લ્યુએસ આવાસ યોજનાના 514 મકાનો વાપર્યા પહેલા તોડી પડાશે,થલતેજ ગામથી શાકમાર્કેટ સુધીનો રોડ ૧૪ મીટર પહોળો કરાશે

Spread the love

વટવામાં ઇડબલ્યુએસના મકાનો તોડવાના લીધે એએમસીના કારણે પ્રજાના 180 કરોડ પાણીમાં ગયા : બાપુનગર ઈન્દુલાલ યાજ્ઞિક રોડથી મંછાની મસ્જિદ સુધીની 101 મિલકતો રોડ કપાતમાં જશે

અમદાવાદ

( પ્રફુલ પરીખ દ્વારા )

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે 15 થી 17 વર્ષ પહેલા વટવા ઈડબલ્યુએસ આવાસ યોજનામાં 514 મકાનો બનાવવામાં આવ્યા હતા જેનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટીવ આવતા તમામ મકાનોની હાલમાં ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે ત્યારબાદ આવનારા દિવસોમાં ત્યાં શું કાર્યવાહી કરવામાં આવશે તેનો નિર્ણય પછી નક્કી કરાશે.

આમ વટવામાં ઈડબ્લ્યુએસ આવાસ યોજનાના 514 મકાનો વાપર્યા પહેલા જ તોડી પાડવામાં આવશે જેથી એએમસીના કારણે પ્રજાના 180 કરોડ પાણીમાં ગયા છે. 15 વર્ષમાં એક પણ મકાનની ફાળવણી ન થઈ જેના કારણે જર્જરીત થઈ ગયા હતા.15 વર્ષ પહેલા 514 મકાનો બનાવવા કરોડોનો ખર્ચ કર્યો, અને હવે આ મકાનો તોડવા માટે પણ કરોડોનો ખર્ચ કરવામાં આવશે.અમદાવાદ મહાનગરપાલિકાએ આવાસના મકાનો કોઈને ફાળવ્યા કેમ નહીં? મકાનો ખંડેર જેવા બની ગયા ત્યાં સુધી તેની જાળવણી કેમ ન કરવામાં આવી?

વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું કે અમદાવાદ શહેરમાં આજે પણ ઘણા એવા ઝૂપડપટ્ટી વિસ્તાર છે, જેમને રહેવા મકાન નથી. તો સવાલ એ થાય છે કે, ભાજપ આટલા વર્ષોમાં ઝૂપડપટ્ટીમાં રહેતા લોકોને મકાનો ફાળવી ન શકી. હવે જ્યારે આવાસના મકાન તોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે એસ.જી.હાઈવે થલતેજ ગામથી ભાઈ કાકા નગર થી શાકમાર્કેટ સુધીનો રોડ મેટ્રોના પિલર ના લીધે રોડ ખુબ જ સાંકડો થઈ ગયો હતો જે રોડને પ્રિસ્ક્રાઈબ કરીને 36 મીટર નો રોડ પહોળો કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં આવી હતી એટલે હવે બંને બાજુ સાડા સાત મીટર રોડ એટલે કે 14 મીટર નો રોડ પહોળો થશે. થલતેજ ગામની અંદર ઘણા વર્ષોથી ટ્રાફિકની સમસ્યા હતી તેનો અંત પણ આવશે કેટલાક લોકોને ગુરુદ્વારા થઈ સિંધુભવન ઝાયડસ રોડ થઈ થલતેજ જવું પડતું હતું તેમજ શીલજ તરફ જતા રોડ ઉપર હજારો વાહનો પસાર થતા હોય છે. આગામી સમયમાં બંને બાજુ રોડ ખુલ્લો થશે તેથી લોકોને રાહત મળશે. મેટ્રો રેલ પ્રોજેક્ટને લઈ 93 રહેણાંક, 75 દુકાનો-કોમ્પ્લેક્સ અને 17 ખુલ્લી જગ્યા કપાતમાં જશે. આમ કુલ 188 જેટલી મિલકતોને અસર થશે. જેના વળતરના ભાગરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશનના નીતિ નિયમ મુજબ વળતર એફએસઆઈ અથવા ટીડીઆર આપવામાં આવશે. પરંતુ બેથી ત્રણ ફ્લેટ આખા તૂટી જાય તેમ પણ છે.

શહેરના પૂર્વ વિસ્તારમાં બાપુનગર ઈન્દુલાલ યાજ્ઞિક રોડથી મંછાનીમસ્જિદ સુધીનો રોડ પણ કપાત પ્રિસ્ક્રાઇબ કરતા કુલ 101 મિલકતો રોડ કપાતમાં જશે.આ રોડ લાઈનમાં 78 દુકાનો અને બે કોમર્શિયલ કમ રેસિડેન્સિયલ મિલકતો છે. જેમાં 52 દુકાનો 50 ટકાથી વધારે કપાતમાં જશે.7 જેટલી સોસાયટીઓના ગેટ, 3 એજ્યુકેશન મિલકત સહિતની મિલકતો કપાતમાં જશે.આ અસરગ્રસ્તોને પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના નીતિ નિયમ મુજબ પડતર તરીકે એફએસઆઈ અથવા ટીડીઆર આપવામાં આવશે.12 મીટરના હયાત રોડને પ્રિસ્ક્રાઈબ કરી હાલ 30 મીટરનો રોડ ખુલ્લો કરવામાં આવશે ત્યારબાદ જરૂર પડશે તો 36 મીટર સુધી પણ લઈ જવામાં આવશે.

દાણીએ વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં દિવાળી અને નવરાત્રીના તહેવારો આવતા હોવાથી નગરજનોને શુદ્ધ આહાર મળી રહે તે માટે ફૂડ ઇન્સ્પેક્ટર દૂધ કે મીઠાઈના સેમ્પલ લેવા જતા હોય છે ત્યારે હવે તેમની સાથે બોડીવાન કેમેરા રહેશે જેનું સંપૂર્ણ રેકોર્ડિંગ કેમેરાને કારણે ડિજિટલ થશે અને ડીવાયએમસી સુધી મોનિટરિંગ કરવામાં આવશે આમ બોડીવાન કેમેરાથી ટ્રેકિંગ સેન્ટ્રલાઈઝ મોનિટરીંગ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

અમદાવાદ મહાનગરપાલિકામાં 270 કરતા પણ વધારે ગાર્ડન આવેલા છે જેમાં જીમ અને નાના બાળકોને રમવા માટેના સાધનો પણ છે શિયાળાની સીઝન આવતી હોવાથી લોકો ગાર્ડનની મુલાકાત લેતા હોય છે ત્યારે ગાર્ડનની સાફ-સફાઈ કરવામાં આવશે અને સાધનોની મરામત પણ કરવામાં આવશે ગાર્ડનની અંદર ડ્રેસ સાથે સિક્યુરિટી ગાર્ડ જોવા મળશે અને ફિટનેસ પણ તપાસ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com