પ્રફુલ પરીખ દ્વારા
જીસીએના માનદ સચિવ અનિલ પટેલે મુંબઈની અંડર-19 ટીમના કેપ્ટન અવૈસખાનને ટ્રોફી એનાયત કરી હતી
અમદાવાદ
અમદાવાદના ગુજરાત કોલેજ ગ્રાઉન્ડ એ ખાતે રિલાયન્સ જી-1 મેન્સ અંડર-19 વન ડે ટુર્નામેન્ટની ફાઇનલ મેચ બરોડા અને મુંબઈ વચ્ચે રમાઈ હતી જેમાં બરોડા સામે મુંબઈની ટીમ નવ વિકેટથી જીત મેળવી હતી. મુંબઈ એ ટોસ જીતીને ફિલ્ડીંગ લીધી હતી. 41.5 ઓવરમાં બરોડાની ટીમે 10 વિકેટ ગુમાવીને 142 રન કર્યા હતા જેના જવાબમાં મુંબઈની ટીમે 23.5 ઓવરમાં ફક્ત એક વિકેટ ગુમાવીને 143 રન કર્યા હતા આમ મુંબઈની ટીમ વિકેટથી જીત મેળવી હતી. મુંબઈની ટીમમાંથી આયુષ મહત્રે એ 78 બોલમાં 101 રન બનાવી સદી ફટકારી નોટ આઉટ રહ્યો હતો જ્યારે રઝા મીરજાએ 57 બોલમાં 30 રન બનાવ્યા હતા . આર્યન શકપાલ નવ બોલમાં સાત રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. કાવ્યએ ચાર ઓવરમાં 24 રન આપી એક વિકેટ લીધી હતી. બરોડાની ટીમમાંથી શ્લોક મહેતાએ 82 બોલમાં સૌથી વધુ 46 રન બનાવ્યા હતા. મુંબઈની ટીમમાંથી હર્ષ મોરે, પાર્થ અનકોલેકર, નમન પુષ્પકે બે બે વિકેટ ઝડપી હતી.જીસીએના માનદ સચિવ અનિલ પટેલે મુંબઈની અંડર-19 ટીમના કેપ્ટન અવૈસખાનને ટ્રોફી એનાયત કરી હતી.