આપણો દેશ હવે વેસ્ટર્ન કલ્ચર પાછળ ગાંડો થયો છે, 1990 પહેલા કયા જન્મદિવસ ઉજવાતા હતા, પણ હવે નવી ફેશન, નવા તહેવારોની જેમ બર્થ ડે પણ ઉજવવામાં તહેવાર બની ગયો છે, ત્યારે ઘણા લોકો બર્થ ડે મિત્રોને પાર્ટી આપીને મોટી મોંઘીદાટ હોટલમાં ઉજવણી કરે અને ફોટાથી લઈને સોશિયલ મીડિયામાં વાયરલ કરીને લોકોને બતાવે કે આવી મોંધીદાટ હોટલમાં જમાડ્યા, ખર્ચો કર્યો, આના કારણે આ દૂષણ અનેક ઘરોમાં પેસી ગયું છે, ત્યારે આ દૂષણને નાખવા મેર મીરાબેન પટેલે નવા અંદાજમાં અને લોકોમાં જઈને બર્થ ડે હતી ત્યારે મહિલા કર્મચારીને સાફ-સફાઈ કરે છે, અને સિનિયર સિટીઝન છે, તેમના હાથે કેક કપાવીને બર્થ ડે માડી ના હાથે વિશ કર્યું હતું, ત્યારે માડી રડવા માંડ્યા હતા, એ બાઈ સાહેબ અમોને અહીં સુધી જે સન્માન આપ્યું અને આવું સન્માન ક્યારે મળ્યું નથી, રોટલાના ફાફા હોય અને કેક ક્યાંથી કાપીએ ત્યારે મહેમાન …… મેયરની કેક મહિલા દ્વારા અને એ પણ સાફ-સફાઈ કર્મચારીની ચર્ચા શહેરમાં ભારે જગાવી છે, સફાઈ કર્મચારી મહિલા ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી હતી, ત્યારે મને આવું માન ક્યારેય મળ્યું નથી, ત્યારે મેયર મીરાબેન પટેલે જે જન્મદિવસની કેક ઉજવણી શ્રમજીવી મહિલા સાથે કરીને એક મજબૂત સંદેશો આપ્યો કહી શકાય,
વધુમાં અત્યાર સુધીમાં અનેક મેયર આવ્યા હતા, ત્યારે મેયર મીરાબેન પટેલ માટે મનપાના દરેક ડિપાર્ટમેન્ટ દીઠ એક લાવવામાં આવેલ જે મેયરની લોકપ્રિયતા કહી શકાય,
બોક્સ
હોદ્દો, રુતૂબો ગમે તેટલો મોટો હોય અને ગમે તેટલા પૈસાપાત્ર હોઈએ, પણ પચાવતા આવડવું જોઈએ, ત્યારે હોદ્દાના અભિમાનમાં રચ્યા પચ્યા રહેતાં હોય બાદમાં સત્તા ના હોય ત્યારે ઘણી જ તકલીફ પડે, હરહંમેશા જમીનના માનવી સાથે જમીનને ટચસ્ક્રીન જ રહીએ, ત્યારે મીરાબેન જમીન ટચ રહેતા હોઈ જેથી ૩ મહિનામાં ટેમ્પો પ્રજાનો તથા કર્મચારીઓમાં જમાવટ કરવામાં સફળ થયા છે, બાકી શ્રમજીવી અને સફાઈ કામદાર મહિલાને હાથે જે કેક કપાવી તે વિષય શહેરમાં ચર્ચાસ્પદ બન્યો છે,