અમદાવાદ
GCCI એ તારીખ 20 સપ્ટેમ્બર, 2024 ના રોજ “ક્રિએટિંગ સોસીઅલ ઈમ્પેકટ થ્રુ સોસીઅલ મીડિયા ઇન્ફલ્યુઅંસિંગ” વિષય પર એક સેશનનું આયોજન કર્યું હતું.આ સેશનનું આયોજન GCCI ના ફિલ્મ એન્ડ એન્ટરટેઈનમેન્ટ ટાસ્કફોર્સ, બિઝનેસ વુમન કમિટી, ઈવેન્ટ્સ એન્ડ એકિઝબિશન્સ ટાસ્કફોર્સ અને ડિજિટલ માર્કેટિંગ, ડિજિટલ મીડિયા અને બુલેટિન કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે અજય ઉમટ, ગ્રુપ એડિટર, અમદાવાદ મિરર અને નવગુજરાત સમય, પોપટભાઈ આહીર, પ્રભાવક અને સામાજિક કાર્યકર અને શ્રીમતી જીજ્ઞા રાજગોર જોશી, સ્થાપક અને સીઈઓ, ઝાંસી OTT મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે બોલતા અજય ઉમટે ખાસ ઉલ્લેખ કર્યો કે સમય ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યો છે. પ્રિન્ટેડ મીડિયા ની અસર ઓછી થતી જાય છે. સાથે સાથે ફેક ન્યૂઝ ના જોખમ વિશે પણ તેઓએ વાત કરી. તેઓએ ભયસ્થાન બતાવ્યું કે સોશિયલ મીડિયા જે અલ્ગોરિધમ બનાવે છે તે ખતરનાક પણ બની શકે છે અને સામાન્ય જનતાને ગેરમાર્ગે દોરી શકે છે.
આ પ્રસંગે બોલતા આસિત શાહ, ચેરમેન, GCCI ફિલ્મ એન્ડ એન્ટરટેઈનમેન્ટ ટાસ્કફોર્સે સોશિયલ મીડિયાના વિશાળ પ્રભાવ વિશે ઉલ્લેખ કર્યો હતો. તેમણે ટિપ્પણી કરી હતી કે કુશળતા અને પ્રતિભા હોવી પૂરતું નથી, પરંતુ આપણે આપણી કુશળતા અને પ્રતિભા માટે ગ્રાહકો પ્રાપ્ત કરવા સોશિયલ મીડિયાને પણ સમજવું જોઈએ.