બાળ શક્તિ, પૂર્ણા શક્તિ, માતૃશક્તિ થકી સશક્ત બાળ, કિશોરી અને મહિલાઓઓના સશક્તિકરણનું લક્ષ્ય : મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા

Spread the love


કુપોષણ મુક્ત ભારતના ધ્યેય સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા સમગ્ર દેશમાં ૭ મો પોષણ માહ ઉજવાઇ રહ્યો છે, ત્યારે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાના માર્ગદર્શન તથા સંકલનમાં રાજ્યની તમામ આંગણવાડીઓમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને રાજકોટના પ્રમુખસ્વામી ઓડિટોરીયમ ખાતે મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષ સ્થાને રાજકોટ ઝોન કક્ષાની પોષણમાહ ‘કાર્યશાળા’ યોજાઇ હતી.


મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ ‘પોષણ માહ’ નું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા બાળકો અને મહિલાઓને કુપોષણ મુક્ત કરવા પોષણ માહની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા નારી શક્તિ સશક્તિકરણ સાથે આગળ ધપાવવામાં આવી રહ્યો છે, ત્યારે આ પોષણમાંહ થકી કુપોષણ મુક્ત બાળ અને મહિલા લક્ષ્યને સિદ્ધ કરવાના અભિગમ સાથે કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં વ્યાપક જનજાગૃતિ, માર્ગદર્શન, લાભાર્થીઓને કીટ વિતરણ સાથે ગુજરાતના ચાર અલગ અલગ ઝોનમાં આ પ્રકારે ‘કાર્યશાળા’ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
પોષણ માહ દરમિયાન બાળકોને યોગ્ય પોષણયુક્ત ખોરાક મળી રહે તેમ જ શિક્ષણ અને તેઓના આરોગ્ય માટે વિવિધ કાર્યક્રમો કરવામાં હાથ ધરવામાં આવે છે, કિશોરીઓ માટે પૂર્ણ શક્તિ તેમજ માતાઓ માટે માતૃશક્તિ યોજના હેઠળ પોષણયુક્ત કીટ અને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.


મંત્રીશ્રી ભાનુબેને ખાસ કરીને બાળકના યોગ્ય ઉછેર અને જતન માટે જન્મ સાથે માતાનું દૂધ મળી રહે તેમ જ પારણું અને હાલરડું એ આપણી પરંપરા જાળવી રાખવા ખાસ સૂચન કર્યું હતું. તેમજ બાળકોને પરંપરાગત રમતો રમવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. દીકરીઓને પોષણ યુક્ત આહાર અને શિક્ષણનો હક હોવાનું જણાવી આજની દીકરીઓ આવતીકાલની માતા અને સક્ષમ ભારતનું નિર્માણ કરવામાં સહભાગી બને તેમ ખાસ વિનંતી કરી હતી.
મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયાએ પ્રાસંગિક પ્રવચનમાં મહિલા અને બાળકો માટે પોષણ, આરોગ્ય અને સ્વાવલંબન અર્થે સરકાર અંતર્ગત અનેકવિધ યોજનાઓના અમલીકરણ સાથે તેમની ખેવના કરી રહી હોવાનું જણાવ્યું હતું.

સચિવ શ્રી રાકેશ શંકરે મહિલા અને બાળ વિભાગની કામગીરીની રૂપરેખા પુરી પાડી હતી. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને બાલશક્તિ, માતૃશક્તિ તથા પુર્ણાશક્તિ (ટી એચ આર)નું વિતરણ કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના તથા મહિલા આર્થિક સ્વાલંબન યોજના અંતર્ગત સબસીડી વગેરેના લાભો પાત્રતા ધરાવતા લાભાર્થીને આપવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્ય સર્વશ્રી ઉદયભાઇ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, શ્રી રમેશભાઈ ટીલાળા, જિલ્લા પંચાયતના મહિલાને બાળ વિભાગના કંચનબેન, અગ્રણીઓ સર્વશ્રી મનીષભાઈ રાડીયા દુર્ગાબા જાડેજા, વર્ષાબેન વરસાણી કમિશનર સચિવ મહિલા અને બાળ વિકાસ વિભાગ શ્રીરાકેશ શંકર, સંયુક્ત નિયામક શ્રી આઈ.સી. ડી.એસ. મહિલા અને બાળ વિકાસ વિભાગ શ્રીમતી અવંતિકાબેન દરજી, મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.પી. દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવનાથ ગૌહાણે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના નિયામકશ્રી કુમુદબેન યાગ્નિકની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.
કાર્યક્રમમાં મંત્રીશ્રી ભાનુબેન સહિત મહાનુભાવો એ વાનગી નિદર્શન, TLM નિદર્શન, બેટી બચાવો બેટી પઢાવો, તથા મેડિકલ સેવાઓ વગેરે સ્ટોલની મુલાકાત લીધી હતી. જેમાં THR તથા મીલેટથી બનતી અંદાજિત 30 વાનગીઓ દ્વારા પોષણના મહત્વ વિશે, વિવિધ TLM દ્વારા ૩ થી ૬ વર્ષના બાળકોના માનસિક વિકાસને વધુ ઝડપી તથા સર્જનાત્મક બનાવવા હેતુસર તથા “બેટી બચાવો, બેટી પઢાવો” દ્વારા દીકરીઓના જન્મ તથા શિક્ષણનું મહત્વ સમજાવી શકાય તથા આરોગ્યના મહત્વને ઉજાગર કરવા મેડિકલ સેવાઓ પ્રદર્શિત થઈ શકે તે હેતુથી વિવિધ સ્ટોલનું આયોજન કરવામાં આવેલ હતું. વિભાગની સાફલયા ગાથાઓ દર્શાવતી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાના અભિપ્રાય વ્યક્ત કર્યા હતા.


કાર્યક્રમના સફળ સંચાલન માટે મહિલા અને બાળ અધિકારી પ્રોગ્રામ ઓફિસર ડો. જનકસિંહ ગોહિલ, સાવિત્રીબેન નાથ સહિતના અધિકારીઓએ જહેમત ઉઠાવી હતી.
આ પોષણમાહ કાર્યશાળામાં ઝોન કક્ષાના ૧૧ જિલ્લાઓના પી.ઓ.શ્રી, સી.ડી.પી.ઓ. શ્રી તથા તેમના સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com