ગુજરાતમાં ૨૩ વર્ષથી ભાજપ એકહથ્થુ શાસન ભોગવી રહી છે ત્યારે કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પોતે નેતૃત્વ કરી રહ્યાં છે અને ગાંધીનગરના વિકાસ માટે કરોડો નહીં પણ અબજા રૂપિયાની ગ્રાંટ ફાળવણી કરી છે ત્યારે સ્માર્ટ સિટી અંતર્ગત પા‹કગનો ડફાકો હાલ ચાલી રહ્યો છે ત્યારે ગાંધીનગર શહેરમાં બસ સ્ટેન્ડો બનાવવા ક્યારે હુકમ અને ક્યારે મંજૂર થયો તે કોઈને ખબર નથી ત્યારે બસ સ્ટેન્ડો ગાંધીનગરમાં ૧૦૦ જેટલા બનાવવાના હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે તંત્રની હાલત એવી છે કે મોટાભાગની બસો ઘણી જ જગ્યાએ આવતી નથી. ત્યારે કરવું શું ? એટલે પોઈન્ટના બસ સ્ટેન્ડો ઉપર પસંદગી ઢોળીને હાલ ૭ થી ૮ બસ સ્ટેન્ડો ઠોકી બેસાડ્યા છે. જ્યાં સરકારી કર્મચારી પોતે સવારે બસમાંથી ઉતરીને ઓફિસમાં સીધો જાય અને સાંજે ફક્તને ફક્ત ૧૫ મિનિટ માટે જ આ બસ સ્ટેન્ડનો ઉપયોગ થાય તો રામ જાણે ત્યો ૧૦૦ જેટલા બસ સ્ટેન્ડ બનાવવા કોન્ટ્રાક્ટરને ઘી કેળા છે. પણ બનાવવા ક્યાં ? તે પ્રશ્ન પેચીદો બન્યો છે. ત્યારે ગમે ત્યાં હવે ગાંધીનગરના પોઈન્ટના બસસ્ટેન્ડો અને આજુબાજુના વિસ્તારોમાં ૧૦થી વધારે ઠોકી બેસાડ્યા છે.
પ્રજાના પૈસાનું પાણી, કેન્દ્ર સરકાર ચાર હાથે પૈસા આપી રહી છે અને ગુજરાત સરકાર પણ વિકાસ માટે મુખ્યંત્રી વિજય રૂપાણી તથા નીતિન પટેલ ચાર હાથે ગ્રાંટ ફાળવી રહ્યાં છે ત્યારે રૂપાણી તથા નીતિનકાકા હવે ગ્રાંટનો જરૂર નથી તમે ફાળવેલી ગ્રાંટનો સદઉપયોગ નહીં પણ ગેર ઉપયોગ અને કરોડોની ગ્રાંટ અહીંયા લાખોમાં બનાવી દે છે. છોકરાઓ બગડી ગયા છે એટલે પૈસા આપવાનું બંધ કરો, તેમને જે ગ્રાંટને અને ખાસ ટેક્સ મારફતે જે આવક થાય છે તેમાં નગરનો વિકાસ હોય તેમ ઘર ચલાવવા દો, ૧ કરોડથી વધારેનો ખર્ચ બસ સ્ટેન્ડો બનાવવામાં થઈ રહ્યો છે ત્યારે આ બસ સ્ટેન્ડો ગરીબોના આવાસ ગણો કે રોડ રસ્તા પર ભટકતા ભીખારીઓનો અડ્ડો બની રહ્યં છે ત્યારે વિધાનસભા સામેના બસ સ્ટેન્ડ ઉપર એક બુજુર્ગ કાકાએ અડ્ડો બનાવીને ત્યાં રહેણાંક જ બનાવી દીધું છે. મુસાફરને તડકાથી બચવા બસ સ્ટેન્ડમાં ઊભું રહેવું હોય તો પણ ઊભા કઈ રીતે રહી શકે ?
ગાંધીનગરમાં મોટાભાગની લોકલ બસો બંધ જેવી હાલતમાં છે અને પિકઅપ બસો માંડ થોડી ચાલી રહી છે ત્યારે ઘ માર્ગ અને ઘ-૫ થી બંધ હાલતમાં છે ત્યારે પોઈન્ટના બસ સ્ટેન્ડોએ જમાવડો કરીને ટાર્ગેટ પૂરો કરવા મોટાભાગના બસ સ્ટેન્ડો અહીંયા ઠોકી બેસાડ્યા છે ત્યારે પ્રજાના પૈસાના ટેક્સની લ્હાણી અને આવક બસ સ્ટેન્ડોમાં સમાણી જેવો ઘાટ સર્જાયો છે.