ગુજરાતનું કહેવાતું પાટનગર ગાંધીનગરમાં દબાણોનો રાફડો ફાટ્યો છે ત્યારે પાકા દબાણો, ગેરકાયદે બનાવેલા નવા માળોને કાયદેસર કરવા અનેક તરકીબો અજમાવી રહ્યાં છે ત્યારે કોંગ્રેસના વિપક્ષના નેતા ખોંખારો ખાઈને હવે બાપુએ સિંહ ગર્જના કરી છે ત્યારે પિન્કીબેન રોજબરોજ લેશન કરીને ડાયરી પણ મજબૂત કર્યા બાદ પિન્કીની ચિમકી હવે પાણીમાં ડૂબી જવા જેવી ડુબકી બની ગઈ છે ત્યારે વોર્ડ-૬ ના નગરસેવક પિન્કી પટેલ તથા વિરોધપક્ષના નેતાને તમામ નગરસેવકો (કોંગ્રેસના) ઉગ્ર બનીને આજ રોજ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આવેદનપત્રમાં સે.૧૧ ખાતે આવેલા વાણિજ્ય બિલ્ડિંગમાં નિયમ મુજબ બાંધકામ થયેલ છે કે કેમ ? તે જાણવા માટે માહિતી માંગેલી હતી. જે માહિતી આપવામાં ન આવી હતી. ત્યારે પોતાના વોર્ડમાં ગેરકાયદે બાંધકામો સામે આ મહિલાએ બાંયો ચઢાવી છે ત્યારે તેમના સ્ફોટક પત્રમાં સે.૧૧ ખાતે ૫ વાણિજ્યક બિલ્ડિંગોમાં એક બિલ્ડિંગ મેયરનું હોવાનું તથા તેમાં ભાગીદાર હોવાનું પત્રમાં જણાવ્યું છે જે બાંધાકમ ખોટું કરવામાં આવ્યું હોવાનું જણાવ્યુ છે. ત્યારે અગાઉ સ્થાયી સમિતિ દ્વારા પણ તા.૨૨-૩ ના રોજ આ બિલ્ડીંગનું કામ અટકાવી તેના પર કાર્યવાહી કરવા લેખિતમાં જણાવ્યું ત્યારે સ્થાયી સમિતિની કોઈ વેલ્યુ હોય તેવું લાગતું નથી તે પત્રમાં જણાવ્યું છે.
સે.૧૧ ના હરાજીમાં ફળવાયેલા પ્લોટના બાંધકામ બાબતના જીડીસીઆર મુજબ મેયરનું સ્કાઈલાઈન (જે.કે. ઈન્ફ્રા) નામના બિલ્ડીંગમાં બેઝમેન્ટ-૧ અને ૨+૭+૭ નું બાંધકામ કરવા માટે તા.૧૭-૨-૧૭ ના રોજ અરજી નંબર ૨૬૬૨૦૪ થી કરેલ હતું. જેને ગાંધીનગર મનપા દ્વારા ચકાસણી કર્યા બાદ તા.૮-૩-૧૭ ના રોજ કુલ ૩૩૯.૭૩ ચોમી અને ૩૫ એકમ મંજૂર કરવામાં આવેલ છે . ત્યારબાદ તેઓ દ્વારા ૮-૨-૧૮ ના રોજ રીવાઈઝ્ડ વિકાસ પરવાનગી બેઝમેન્ટ-૧ અને ૨+૭+૧૦ માટે મૂકવામાં આવી હતી. પરંતુ નિયમ એ મુજબ તા.૮-૩-૧૭ ના રોજ આપવામાં આવેલ વિકાસ પરવાનગી કમિશનર ડી.એ. મોદી દ્વારા જીડીસીઆર મુજબ તા.૫-૪-૧૮ ના રોજ રદ કરવામાં આવેલ હતી. ત્યારબાદ આજ દિન સુધી રિવાઈઝડ્ વિકાસની પરવાનગી આપવામાં આવી નથી. ત્યારે નગરસવેક પિન્કી પટેલ અને વિરોધપક્ષના નેતાના પત્રમાં વધુમાં જણાવ્યું છે કે નિયમ મુજબ પા‹કગ વ્યવસ્થા મળી શકે તેમ નથી ત્યારે બીયુ પરમીશન નામંજૂર કરીને નોટીસ આપવાની માંગણીપત્રમાં કરી છે.