ગાંધીનગરના રાયસણમાં મિલકતની વહેંચણી માટે પુત્ર – પુત્રવધૂ સહિતનાએ વૃદ્ધ દંપતીને બિભત્સ ગાળો બોલી ઝપાઝપી કરી કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપવામાં આવતા ઈન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગરના રાયસણ સાર્થક કેમ્ફોર સોસાયટીમાં રહેતા
50 વર્ષીય ગીતાબેન સુભાષભાઇ પટેલે નોંધાવેલી ફરિયાદ
મુજબ, તેમના બીજા લગ્ન સુભાષભાઈ સાથે વર્ષ – 2000
માં થયેલા હતા. અને સંતાનમાં એક દીકરી છે. અને તેમના
પતિને પહેલાના લગ્નથી એક દિકરો કિશન (ઉ.વ.૩૩) નો
છે. જેણે પરિવારની સંમતિ વિના 2017 માં રાજસ્થાન
કોટાની રીયા શર્મા સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા. બાદમાં
બંનેના 2018 માં ધામ ધૂમથી લગ્ન કરવામાં આવ્યા હતા.
લગ્ન કર્યા પછી કિશન તેની પત્ની રિયા સાથે અમદાવાદ
રહેવા જતો રહ્યો હતો. અને વાર-તહેવારે ક્યારેક બન્ને જણા
રાયસણ આવતા જતા હતા. ગત 26 મી મેની રાતે ગીતાબેન
એકલા ઘરે હતા. એ વખતે કિશન તેની પત્ની રીયા, સાસુ
મંજુલાબેન સંદિપભાઇ શર્મા, સાળો કાશી ઉર્ફે સુખ શર્મા
તેમજ સાળી ટ્વિનકલ શર્માને લઈને ઘરે ગયો હતો.
જેથી ગીતાબેને પતિ – દિયરને ફોન કરીને બોલાવ્યા હતા. બાદમાં કિશનની સાસુ, સાળા તેમજ સાળી ત્રણેય જણાએ મિલકતની વહેંચણીની વાત શરૂ કરી હતી. જેથી પતિ – દિયરે અત્યારે મિલકત વહેચણીની કરવાની ના પાડી હતી. અને કિશને એકદમ ઉશ્કેરાઈ જઈ બિભત્સ ગાળો ગીતાબેનને લાફો મારી ઝપાઝપી કરવા માંડ્યો હતો.
બાદમાં મિલકતની વહેચણી નહિ કરી આપો તો જાનથી
મારી નાખવાની ધમકી આપી ખોટા કેસમાં ફસાવી દેવાની
પણ ધમકીઓ આપી ત્યાંથી બધા નીકળી ગયા હતા. કિશન
પુત્ર થતો હોય અને મિલકત વહેંચણી બાબતે સમાજના
આગેવાનો દ્વારા સમજાવટથી સમાધાન કરવાની વાત ચાલતી
હોવાથી જેતે વખતે ગીતાબેને ફરિયાદ કરી ન હતી. પરંતુ
કિશનની પત્ની રિયાએ કોટા રાજસ્થાનમાં જુલાઈ મહિનામાં
તેઓના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી નોંધાવી હોવાથી આખરે
ગીતાબેને ઈન્ફોસિટી પોલીસ મથકે ફરિયાદ કરી છે.