ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં બેડ પર સૂતી યુવતી સાથે છેડતીનો પ્રયાસ…

Spread the love

સિવિલ હોસ્પિટલમાં ઇન્ડોર વોર્ડમાં દાખલ યુવતીની બેડ ઉપર સૂઇ રહી હતી. ત્યારે રાત્રીના અરસામાં આવેલા ત્રણ શખસો યુવતીની છેડતીનો પ્રયાસ કરતા યુવતીએ બુમાબુમ કરતા ત્રણ શખસો ભાગી ગયા હતા. જોકે યુવતીના છેડતીના પ્રયાસના મામલે પરિવારે આરએમઓને મૌખિક રજુઆત કરી હતી. જેને પરિણામે સિવિલ હોસ્પિટલમાં લગાવેલા સીસી કેમેરાની ચકાસણી કરતા ત્રણ શખસો મોંઢા ઉપર બાંધીને જતા જોવા મળ્યા હોવાની સિવિલ હોસ્પિટલના કર્મચારીઓમાં ચર્ચા જોવા મળી રહી છે. જોકે આ મામલે યુવતીના પરિવારે કોઇ જ પ્રકારની પોલીસ ફરીયાદ કરી નથી.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ઇન્ડોર સારવાર માટે દાખલ એક યુવતી રાત્રી દરમિયાન પોતાના બેડ ઉપર સૂતી હતી. ત્યારે મોંઢા ઉપર રુમાલ બાંધીને આવેલા ત્રણ શખસોએ યુવતીની છેડતીનો પ્રયાસ કર્યો હતો. જોકે યુવતી જાગી જતા બુમાબુમ કરતા જ ત્રણેય શખસો ભાગી ગયા હતા. યુવતીએ એકા એક બુમાબુમ કરતા તેના પરિવારજનો તેના બેડ પાસે દોડી આવ્યા હતા. યુવતીને પુછપરછ કરતા તેણે ત્રણ યુવાનો મોંઢા ઉપર રૂમાલ બાંધેલા આવ્યાને મારી છેડતીનો પ્રયાસ કરવા કમરે હાથ નાંખ્યો હોવાની હકિકત જણાવી હતી. આથી યુવતીના પરિવારના સભ્યોએ ફરજ ઉપરના નર્સિંગ કર્મચારી અને ડોક્ટરને રજુઆત કરી હતી. જોકે આ મામલે રાત્રે યુવતીના પરિવારે હોબાળો કરતા કર્મચારીઓ એકઠા થયા હતા. જોકે યુવતીની છેડતીના પ્રયાસના મામલે સિવિલ હોસ્પિટલના આરએમઓની સાથે ટેલિફોન ઉપર રજુઆત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com