નરાધમો સામે કડકમાં કડક પગલાં ભરવા જોઈએ અને સમગ્ર કેસ ફાસ્ટ-ટ્રેકમાં ચલાવવામાં આવે અને દાખલારૂપ સજા થાય તેવી કાર્યવાહી કરવામાં આવે :પ્રવક્તા ડૉ. મનીષ દોશી
ગુજરાતના પૂર્વ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ જોડે આ વ્યક્તિ સાથેની બેઠકનો ફોટો છે. શું સંઘ અને વીએચપી આ પ્રકારના લોકો માટે કોઈ વિરોધ દર્શાવશે ? : પ્રવકતા પાર્થિવરાજસિંહ
અમદાવાદ
સમગ્ર શિક્ષણ જગતને શર્મશાર કરતી અને કાળજુ કંપાવનારી દાહોદ ખાતે માસુમ દિકરીની હત્યા તથા રાજ્યમાં શૈક્ષણિક કેમ્પસમાં દિકરી પરના અત્યાચાર અંગે ભાજપ સરકાર ક્યારે સઘન પગલા ભરશે ? તેવો વેધક પ્રશ્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાત રાજ્યમાં વધતા જતા માસુમ દિકરીઓ પરના દુષ્કર્મ અને જાતીય સતામણી ના વધતા કિસ્સા વાલીઓ માટે પણ ચિંતાનો વિષય છે. શાળા અને કોલેજોમાં વાલીઓ પોતાની દિકરીઓને અભ્યાસ કરવા મોકલે છે ત્યારે તેની સાથે જ્યારે આવી કાળજુ કંપાવનારી ઘટનાઓ બને ત્યારે શૈક્ષણિક સંકુલોમાં દિકરીઓની સલામતિ માટે ગંભિર પગલા ભરવાનો સમય પાકી ગયો છે. દાહોદ અને અન્ય શૈક્ષણિક સંસ્થામાં છેલ્લા 72 કલાકમાં બનેલી ઘટનાઓ અંગે સંડોવાયેલા નરાધમો સામે કડકમાં કડક પગલાં ભરવા જોઈએ અને સમગ્ર કેસ ફાસ્ટ-ટ્રેક માં ચલાવવામાં આવે જેથી દાખલારૂપ સજા થાય તે રીતે કાર્યવાહી કરવામાં આવે. દાહોદ ની શાળા માં આચાર્ય દ્વારા આચરેલું કૃત્ય શિક્ષણજગત ને શર્મસાર કરે તેવી ઘટના છે. દાહોદ ની સાથે બોટાદ, અમદાવાદ, રાજકોટ માં શિક્ષણ સંસ્થાન માં જાતીય સતામણી ની ફરિયાદ ઉઠી છે ત્યારે કોની ઉપર ભરોસો મૂકવો તે સવાલ થાય છે. ગુજરાત રાજ્ય માં સ્કૂલ મેનેજમેન્ટ કમિટી માત્ર કાગળ ઉપર છે. આ પ્રકાર ના બનાવો માં શિક્ષણ વિભાગ લીપાપોતી કરવા ને બદલે સંગીન પગલાં ભરે તેવી માંગ છે કર્મયોગી જેવી અનેક તાલીમો માં લાખો રૂપિયા ખર્ચી નાખવા માં આવે છે ત્યારે કઈ પ્રકાર ની તાલીમ આ કૃત્ય આચરનાર નરાધમ શિક્ષકો મેળવી રહ્યા છે?
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયા એ સરકાર ઉપર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે જ્યાં સરકાર બેટી પઢાઓ ની વાત કરે છે ત્યાં ગુજરાત ના વાલીઓ અને જનતા ને બેટી બચાવો ની વાત કરવાની ફરજ પડી છે. દાહોદ જિલ્લા ના સિંઘવડ માં ૬ વર્ષ ની દીકરી ની જે રીતે કરપીણ હત્યા થઈ છે તે સમગ્ર ગુજરાતને હચમચાવી નાખે તેમ છે. દીકરી ને હત્યા કરનાર તેની શાળા ના આચાર્ય હતા. નરાધમ આચાર્ય ગોવિંદ નટ્ટ રાજકીય વ્યક્તિ છે. ગોવિંદ નટ્ટ ના કેટલાક ફોટો સામે આવ્યા છે તે ચોંકાવનારા છે. ગોવિંદ નટ્ટ ના સંઘ ના ગણવેશ માં શિબિર માં ભાગ લેતા ફોટો જોવા મળ્યા છે અને વિશ્વ હિન્દુ પરિષદ ની શિબિર માં ભાગ લેતા જોવા મળે છે નરાધમ. ગુજરાત ના પૂર્વ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ જોડે આ વ્યક્તિ સાથેની બેઠકનો ફોટો છે. શું સંઘ અને વીએચપી આ પ્રકાર ના લોકો માટે કોઈ વિરોધ દર્શાવશે ? શું ભાજપ ના બનાવટી લોકો, દાહોદ ની દીકરી માટે કેન્ડલ માર્ચ કાઢસે ખરા? પાટણ ના બળાત્કાર ની ઘટના માં ભાજપ યુવા મોરચા નો પદાધિકારી પકડાય, રાજકોટ ના આટકોટ માં વિદ્યાર્થિની જોડે બનેલ દુષ્કર્મ માં ભાજપ ના પદાધિકારી નું નામ આવે. આ ઘટનાઓ દર્શાવે છે કે ભાજપ નો ખેસ પેહરો એટલે ગુનો કરવાનો પરવાનો મળે તેવું લાગે છે. જે દાહોદ ના વિકૃત આચાર્ય ગોવિંદ નટ્ટ જોડે જે પૂર્વ મંત્રી નો ફોટો છે તેનાં ઉપર દુષ્કર્મ ની ફરિયાદ ભૂતકાળ માં થયેલ છે. ગુજરાત રાજ્ય માં દીકરીઓ ભાજપ ના કુશાશન માં સુરક્ષિત નથી તે આ કિસ્સાઓ થી સ્પષ્ટ થાય છે. રાજ્ય માં બનેલ ઘટનાઓ એ શિક્ષણજગત ને શરમસાર કરી છે અને વાલીઓ ને ચિંતા માં મૂકી દીધા છે કે ભરોસો મૂકવો કોની ઉપર? નરાધમ આચાર્યના નામે ત્રણ થી વધુ ફેસબુક એકાઉન્ટ દેખાય છે. તે એકાઉન્ટમાંથી 2015-16 પછીના ઘણાંના કોઈપણ ફોટા દેખાતા નથી. શું કેટલાક ભાજપ આગેવાનોના ફોટા હશે ? જેને ડીલીટ કરવામાં આવ્યાં છે તેવો સંદેહ છે. રાજકીય વગ ધરાવનાર નરાધામ આચાર્યને બચાવવાનો કોઈપણ હિન પ્રયાસ થાય તેવી ચિંતા છે.