પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતી છાત્રાને માર મારવાનાં કેસમાં શિક્ષિકાને એક વર્ષની કેદની સજા

Spread the love

આણંદમાં બોરસદની એક સ્કૂલની શિક્ષિકાને સજા ફટકારવામાં આવી છે. આણંદના બોરસદ સ્થિત ઈશ્વર કૃપા શાળાની આ ઘટના છે. જેમાં સ્કૂલની શિક્ષિકાએ પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીને માર માર્યો હતો. જેને પગલે શિક્ષિકા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ઘટનામાં બનાવની ગંભીરતાને લઈને કોર્ટે માત્ર પાંચ મહિનામાં જ ચુકાદો આપ્યો હતો.કોર્ટે આ શિક્ષિકાને એક વર્ષની કેદની સજા ફટકારી હતી.

ઉપરાંત તેને એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. તે સિવાય દંડ ન ભરે તો વધુ બે મહિનાની જેલની સજાનો આદેશ આપ્યો હતો. આ અંગે સરકારી વકીલ સેજલ દવેની પ્રતિક્રિયા સામે આવી છે. જેમામ સેજલ દવેએ કહ્યું હતું કે ગુજરાતમાં શિક્ષણ જગતમાં આ પ્રકારની આ પ્રથમ ઘટના છે. આમ આ ઘટના શિક્ષણ જગત માટે લાલબત્તી સમાન છે. શિક્ષકની જવાબદારી વિદ્યાર્થીઓને ભણાવવાની છે તેમને મારવાની નહી, એમ કોર્ટે કહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com