FPA ઈન્ડિયા દ્વારા પ્રજનન સ્વાસ્થ માટે લઘુતમ સેવા પેકેજ પર મીડિયા સમિટનું આયોજન 

Spread the love

અમદાવાદ

ફેમિલી પ્લાનિંગ એસોસિએશન જનરલ મેનેજર રીજનલ હેડ સુરેશ મરાઠાએ જણાવ્યું હતું કે ફેમિલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા અમદાવાદમાં મિનિમમ ઈનિશિયલ સર્વિસ પેકેજ એટલે કે પ્રજનન સ્વાસ્થ માટે લઘુતમ સેવા પેકેજ વિષય ઉપર મીડિયા સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું કટોકટી ના સમયમાં પ્રજનન સ્વાસ્થ્ય પર લઘુતમ પ્રારંભિક સેવા પેકેજ એટલેકે સેક્સ્યુઅલ અને રીપ્રોડક્ટિવ હેલ્થમાં મિનિમમ ઈનિશિયલ સર્વિસ પેકેજ તૈયાર કરવામાં આવેલ છે જેની રાજ્યમાં એક નવી સર્વિસ એફ પી એ દ્વારા શરૂ કરવામાં આવી છે જ્યારે કોઈ આપત્તિ આવે ત્યારે મદદગાર થઈ શકે તેના માટે તૈયારીઓ થઈ રહી છે જેનીજાણકારી માટે ની માહિતી આપવામાં આવી હતી ખાસ કરીને વૈશ્વિક માનવતાવાદી કટોકટી કુદરતી જોખમો આબોહવાના પરિવર્તન સશસ્ત્ર યુદ્ધ સંઘર્ષ રોગચાળો જેવી કટોકટી ના લીધે દરરોજ લગભગ ૩૪ હજાર લોકો વિસ્થાપિત થાય છે ત્યારે આનો ભોગ સૌથી વધુ મહિલાઓ બનતી હોય છે ત્યારે મહિલાઓની સુરક્ષા અને સલામતી સાથે એફપીએ ઇન્ડિયા દ્વારા જાતીય અને પ્રજનન સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવા માટે ગુજરાતમાં MSIP ની શરૂઆત કરવામાં આવી છે ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં એફપીએ દ્વારા આ સેવા આપવામાં આવી રહી છે ગુજરાતમાં હવેથી કોઈપણ કુદરતી કે માનવ સર્જિત કટોકટી દરમિયાન સરકારની સાથે રહીને એફપીએ લૈંગિક પ્રજનન સ્વાસ્થ્ય પહેલ માટે લઘુતમ પ્રારંભિક સેવા પેકેજ પૂરું પાડશે તે માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને આરોગ્ય વિભાગ સાથે સંકલન કરીને તાલીમ આપવામાં આવશે.

ડો.સુરેશ પટેલ ગાયનોકોલોજીસ્ટે કહ્યું કે કુટુંબ નિયોજન,એચઆઇવી અટકાવવું અને મહિલાઓને લગતી સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે સંસ્થા કાર્યરત છે.ભૂતકાળમાં મહિલાઓને સમસ્યાઓ વધુ પડતી હતી,પ્રસુતિ દરમિયાન મહિલાઓના મૃત્યુ પણ વધુ થતા હતા..હવે રાજ્યમાં રેશિયો બદલાયો છે.એક લાખ સામે ફક્ત 90 થી 95 મહિલાઓના જ મૃત્યુ થાય છે.નાની ઘટનાઓને બાદ કરતા પ્રસુતિ માટે સરકાર કામ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com