પીએસઆઈએ માંગ્યા 3 લાખ, અંતે 1 લાખમાં સેટિંગ થયું, અને એસીબી એ રંગે હાથ ઝડપી લીધાં

Spread the love

સુરતમાં અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ લલિતકુમાર મોહનલાલ પુરોહિત રૂપિયા એક લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા છે.પહેલા ત્રણ લાખની લાંચની રકમ માંગી હતી પરંતુ રકઝકના અંતે રૂપિયા એક લાખ નક્કી કરવામાં આવ્યા અને કેસ નહી કરવાનો એ શરતે લાંચ આપવામાં આવી હતી. બનાસકાંઠા એસીબીએ લાંચ લેતા પીએસઆઈને રંગેહાથે ઝડપી લીધા હતા.અઠવા પોલીસ સ્ટેશનના PSIની ધરપકડ કરાઈ છે અને તેમને એસીબીની ઓફિસે લઈ જવામાં આવ્યા છે.

ફરીયાદી વિરુદ્ધ અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન સુરત ખાતે અરજી થઈ હતી જે અરજીની તપાસ આક્ષેપિતનાઓ કરતા હોય જે અન્વયે આ કામના આક્ષેપીતે ફરિયાદીનો સંપર્ક કરી ફરિયાદી વિરુદ્ધની અરજી ફાઈલે કરી તેનો નિકાલ કરવા સારું આક્ષેપિતનાઓએ રૂપિયા એક લાખની ગેરકાયદેસર લાંચની માગણી કરી હતી. લાંચના નાણા ફરિયાદી આપવા માગતા ન હોવાથી ફરીયાદીએ બનાસકાંઠા એ.સી.બી. નો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે ગોઠવેલ લાંચના છટકા દરમિયાન આ કામના આરોપીએ ફરિયાદી સાથે સ્થળ ઉપર હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી પકડાઇ ગયો હતો.

ગુજરાતમાં અધિકારીઓ લાંચ લઈ મોટા ફાર્મ હાઉસ, સોના અને વિવિધ મિલકતોમાં રોકાણ કરતા હોય છે, ગુજરાતમાં સાગઠિયા જેવા ઘણા અધિકારીઓ એવા હશે કે જેની પાસે અઢળક મિલકતો હતો, આવા અધિકારીઓ સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ થયા પછી મિલકતો જપ્ત કરવા કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. કેસ દાખલ થયા પછી સરકાર અપ્રમાણસરની મિલકતો જપ્ત કરી શકશે. આ ઉપરાંત જામીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com