ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં ગત રોજ છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. ત્યારે ભાવનગર જીલ્લામાં ભારે વરસાદને પગલે નદીઓમાં પૂર આવ્યા હતા. ભાવનગરનાં કોળિયાક ગામ પાસે કોઝ-વેમાં બસ ખાબકી હતી. કોળિયાક દર્શન કરવા ગયેલા અન્ય રાજ્યનાં મુસાફરો ભરેલી બસ નાળામાં ખાબકી હોવાનાં સમાચાર વહીવટી તંત્રને મળતા પોલીસ, વહીવટી તંત્ર તેમજ સ્થાનિકો દ્વારા તાત્કાલીક ધોરણે રેસ્ક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
ભાવનગરમાં કોઝ-વે માં ખાબકેલી બસનાં દર્શનાર્થીઓને બચાવી લેવાયા હતા. કલાકોની જહેમત બાદ રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણ થયું હતું. દર્શનાર્થીઓનું જરૂરી તબીબી ચેક-અપ કરવામાં આવ્યું હતું. રેસ્ક્યૂ કરવામાં આવેલા દર્શનાર્થીઓના આરામની વ્યવસ્થા કરવામાં આવી હતી. તમિલનાડુથી શ્રદ્ધાળુઓ કોળિયાક મહાદેવના દર્શને આવ્યા હતા. કોઝ-વે તરફ જવા લોકોએ યાત્રીઓને રોક્યા હતા. પાણીના પ્રવાહ અને વરસાદને કારણે બસ કોઝ-વેમાં ખાબકી હતી. રેસ્ક્યૂ કરવા પહોંચેલો ટ્રક પણ પાણીમાં ફસાયો હતો. બસનો કાચ તોડીને તમામ મુસાફરોને બહાર કઢાયા હતા.કોઝ-વે તરફ જવા લોકોએ યાત્રીઓને રોક્યા હતા.
તમિલનાડુથી કોળિયાક નિષ્કલંક મહાદેવનાં દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ ભરેલી બસ આવી રહી હતી. ત્યારે આ બસમાં 37 થી વધુ મુસાફરો સવાર હતા. ત્યારે સાંજનાં સુમારે આ બસ કોળીયાક ગામનાં પાદરમાંથી બેઠા પુલ પરથી પસાર થઈ રહી હતી. ત્યારે અચાનક પાણીનો પ્રવાહ વધતા બસ તણાવા લાગી હતી અને પુલનાં છેડે ફસાઈને અટકી જવા પામી હતી. 8 કલાક ની જહેમત બાદ તમામ મુસાફરોને બચાવાયા હતા. તમામ 37 લોકોનો થયો આબાદ બચાવ થયો હતો. તમામ નો બચાવ થતા તંત્ર એ રાહતનો શ્વાસ લીધો હતો. 4 થી વધુ 108 ને ખડે પગે રાખવામાં આવી હતી. મુસાફરોને ભાવનગર શહેરની પટેલ બોર્ડિંગમાં રાખવામાં આવ્યા હતા. તમામ મુસાફરો સહી સલામત પાણી માંથી બહાર લાવતા રાહતનો શ્વાસ લીધો હતો.
આ સમગ્ર બાબતની જાણ જીલ્લા વહીવટી તંત્ર, ફાયર બ્રિગ્રેડ તેમજ પોલીસ વિભાગને થતા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી બસમાં સવાર મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ત્યારે દર્શનાર્થીઓને બચાવી લેવા માટે રાજકીય નેતાઓ પણ ઘટનાં સ્થળે પહોંચી જરૂરી તમામ મદદ પુરી પાડી હતી.