ગુજરાત વિધાનસભા પટાંગણ અને પોડિયમ ખાતે વિઠ્ઠલભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે મેયર મીરાબેન પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી

Spread the love

ગાંધીનગર

ગુજરાત વિધાનસભા ભવનનું નામ જેમના નામ ઉપરથી અપાયું છે એવા શ્રી વિઠ્ઠલભાઇ પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિતે ગાંધીનગરના મેયર શ્રી મીરાબેન પટેલે ગુજરાત વિધાનસભા પટાંગણમાં આવેલી પ્રતિમા સમક્ષ અને ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતેના તૈલચિત્રને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

વર્ષ ૧૯૨૫થી મધ્યસ્થ ધારાસભાના પ્રથમ ભારતીય પ્રમુખ અને સ્વરાજ પાર્ટીના સહ સંસ્થાપક શ્રી વિઠ્ઠલભાઈ પટેલનો જન્મ ૨૭મી સપ્ટેમ્બર ૧૮૭૩ના રોજ નડિયાદમાં થયો હતો. તેઓ તેમની મુત્સદ્દીગીરી માટે ભારતભરમાં વખાણાતા હતા. વર્ષ ૧૯૩૦માં આઝાદીની ચળવળ શરૂ થતાં મધ્યસ્થ ધારાસભામાંથી રાજીનામું આપી સક્રિય રીતે આઝાદીના લડતમાં જોડાયા હતા. આ પ્રસંગે વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ  ચેતન પંડ્યા, ડેપ્યુટી મેયર  નટુજી ઠાકોર, સ્થાયી સમિતિ ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ, GMCના દંડક  શોભનાબેન પરમાર, શાસક પક્ષના નેતા અનિલ સિંહ વાઘેલા, કાઉન્સિલર  તેજલબેન,  મ્યુનિસિપલ કમિશનર જે. એન. વાઘેલા અને વિધાનસભાના  અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com