અમદાવાદની હોટેલ તાઝ ખાતે ગુજરાત સરકાર, ગુજરાત વકફ બોર્ડ અને જેપીસીની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં હર્ષ સંઘવી, ઈમરાન ખેડાવાલા સહિતના આગેવાનો પહોંચ્યા હતા. વક્ફ બોર્ડ અને અન્ય સંબંધિત પક્ષના લોકો પણ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં હર્ષ સંઘવી અને ઔવેસી વચ્ચે બોલાચાલી થઈ હતી.
અમદાવાદની હોટેલ તાજ ખાતે આજે ગુજરાત સરકાર, ગુજરાત વક્ફ બોર્ડ અને સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની મહત્વની બેઠક મળી હતી.
જેમાં જેપીસી સમક્ષ ગુજરાત સરકાર અને ગુજરાત વકફ બોર્ડની રજૂઆત કરવામાં આવી હતી. JPC વક્ફ બોર્ડ અને અન્ય સંબંધિત પક્ષના લોકો સાથે ચર્ચા કરી હતી. ત્યારે AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસી અને હર્ષ સંઘવી વચ્ચે જોરદાર શાબ્દિક બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું હતું JPCની બેઠક દરમિયાન બોલાચાલી થઈ હતી. જોકે, સંઘવીએ આ મામલે કંઈ પણ કહેવાનો ઈન્કાર કરી દીધો હતો.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકના હિતમાં લેવાયેલા નિર્ણયની રજૂઆત કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર માને છે કે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારા અંગે અભિપ્રાયની આ પ્રક્રિયા મહત્વપૂર્ણ છે. જેપીસી મંત્રીએ કહ્યું કે તેઓ આ મુદ્દાઓ પર ખુલ્લેઆમ ચર્ચા કરશે, જેમાં નવી નીતિઓ પર ચર્ચા અને નિયમોમાં ફેરફારનો સમાવેશ થાય છે. ગુજરાતના વકફ વહીવટ માટે આ બેઠક એક મહત્વપૂર્ણ અવસર બની છે, જે ભવિષ્યમાં અન્યાયના નિવારણ માટે નવી દિશા પ્રદાન કરી શકે છે. આ બેઠકમાં જે મુદ્દાઓ પર ચર્ચા થઈ છે તેની માહિતી JPC દ્વારા મળશે, જેસીપીના નિયમ અનુસાર બેઠકમાં જે ચર્ચા થઈ છે તે માહિતી શેર કરવામાં આવશે નહિ.
કોંગ્રેસના MLA ઈમરાન ખેડાવાલાએ કહ્યું કે સંયુકત સાંસદીય સમિતિની બેઠમાં રાજ્યાના ગૃહમંત્રીએ સરકાર શું કરી રહી છે તેનું પ્રેઝન્ટેશન આપ્યું હતું. ખેડાવાલાએ આક્ષેપ કરતા કહ્યું કે સરકાર અને ગૃહ રાજ્ય મંત્રી દેખાવો કરી રહ્યા છે અને ભાજપના બિલને સમર્થન આપી રહ્યા છે. પ્રેઝન્ટેશન સરકારના બ્રીફ મુજબ કરવામાં આવ્યું હતું. અમે 14 સૂચનો આપ્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે, ‘અમે સરકારની રજૂઆતના સમર્થનમાં નથી. સરકાર તરફથી કલેક્ટરને સત્તા આપવાનું સૂચન હતું. દેશભરના રાજ્યોમાં અલગ-અલગ વક્ફ બોર્ડ છે. તેથી આ બિલ લાવીને મુસ્લિમ સમુદાયને નિશાન બનાવવામાં આવ્યો છે. અમે હર્ષ સંઘવીની રજૂઆતના સમર્થનમાં નથી.
આ સાથે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પણ પહોંચ્યા. ઈમરાન ખેડાવાલા મુસ્લિમ સમાજ વતી આવેદન પત્ર આપ્યું હતું. વક્ફ એમેન્ડમેન્ટ 2024ના વિરોધમાં આવેદન આપશે.
જેપીસી આગામી દિવસોમાં હૈદરાબાદ, ચેન્નાઈ અને બેંગ્લોરમાં પણ બેઠક યોજશે. આ JPC એટલે કે સંયુક્ત સંસદીય સમિતિની રચના વકફ સુધારા બિલની આવશ્યકતા અંગે કરવામાં આવી છે. જેમાં 31 સાંસદોનો સમાવેશ થાય છે. આ સમિતિમાં લોકસભાના 21 અને રાજ્યસભાના 10 સાંસદોનો સમાવેશ થાય છે.
વકફ બોર્ડના પૂર્વ સભ્ય ઇકબાલ શેખ
JPCમાં 21 લોકસભા અને 10 રાજ્યસભાના સાંસદોનો સમાવેશ થાય છે, જે અગાઉ ચાર વખત બેઠક કરી ચુકી છે. આ બેઠકમાં વકફ સંશોધન બિલ પર ચર્ચા કરવામાં આવશે અને કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. વકફ બોર્ડ અને અન્ય વિભિન્ન સંગઠનો વચ્ચે ચાલી રહેલા વિવાદોનું વેરિફિકેશન કરવાની તક મળશે. આ સાથે વકફ બોર્ડના પૂર્વ સભ્ય ઇકબાલ શેખએ વધુ ઉમેરીયું હતું કે, 45 જેટલા સુધારા બાબતે અમે લેખિતમાં રજૂઆત કરીશું. વકફ બોર્ડના અમુક નિયમો બદલવાની વાત છે. જેમાં મુસ્લિમોને હોદ્દેદારોને વકફ બોર્ડમાંથી બદલાવના કેટલાક મુદ્દા છે. જે વકફ એક્ટને નષ્ટ કરવાની વાત છે. જેની સામે આજે અમે બેઠક માં જોડાઈશું.
ખુરશીદ શેખે કહ્યું કે અમે મુસ્લિમ સમુદાય આ બિલનો વિરોધ કરીએ છીએ. વકફ બોર્ડ જ્યાં આંગળી મૂકે છે તે જગ્યા બની જાય છે તે કહેવું ખોટું છે. વકફ બોર્ડ ક્યારેય કોઈ જમીન ખોટી રીતે લેતું નથી. દાનમાં આપવામાં આવેલી જમીનનો વહીવટ વકફ બોર્ડ દ્વારા કરવામાં આવે છે. વક્ફ ટ્રિબ્યુનલ આ બાબતે કામ કરી રહી છે પરંતુ ગેરસમજ ઊભી કરી છે અને મામલાને ઊંધો લઈ ગયો છે.’