રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમિશને મોતિયાનાં ઓપરેશનનાં ક્લેમમાં ચુકાદો આપ્યો….

Spread the love

રાજકોટના ચિરાગ નટવરલાલ જસાણી છેલ્લા 11 (અગ્યાર) વર્ષથી વધારે સમયથી ઓરીએન્ટલ ઇ-સ્યોરન્સ કંપનીની મેડીકલેઈમ પોલીસી ધરાવતા હતા. વર્ષ 2023 માં તેમને જમણી તથા ડાબી આંખમાં ઓછું દેખાતુ હોવાની તકલીફ થતા પ્રાથમિક નિદાન કરાવેલ જેમાં આંખમાં ઓછુ દેખાતુ હોવાને લઈ જમણી તથા ડાબી આંખમાં કેટરેકટ ની સારવાર કેશુભાઈ મહેતા આઈ હોસ્પિટલમાં સારવાર મેળવેલ હતી.

અને બંને આંખની સારવાર પાછળ કુલ રુ:1,77,097/- અંક રુપિયા એક લાખ સૈત્યોતેર હજાર સતાણું પુરા નો ખર્ચ થયેલ હતો. વિમા કંપનીએ જમણી તથા ડાબી આંખના મળી માત્ર કલેઇમના રુ: 48,000/- અંકે રુપિયા અડતાલીસ હજાર પુરા મંજુર કરેલ હતા વિમાં કંપનીની TPA દ્વારા મુખ્યત્વે Reasonable customary desk deductions are done under Reasonable customary cataract maximum payable is 24,000નો ખોટો અને ઉપજાવી કાઢેલ હવાલો દઈ ક્લેમની રકમ રુપિયા: 1,29,097/- અંકે રુપિયા એક લાખ ઓગણત્રીસ હજાર સતાણું પુરા ખોટી અને ગેરકાયદેશર રીતે નામંજૂર/કપાત કરેલ જેથી ચિરાગ નટવરલાલ જસાણી દ્વારા તેમના એડવોકેટ શૈલેન્દ્રસિંહ આર. જાડેજા મારફત રાજકોટના મહે. ગ્રાહક તકરાર નિવારણ કમીશન- અધિક સમક્ષ વિમા કંપની વિરુધ્ધ કલેઈમની રકમ મેળવવા ફરીયાદ દાખલ કરેલ હતી.

વિમા કંપનીએ તેમના બચાવમાં પોલીસીની શરતો મુજબ વાજબી અને રુઢીગત ખર્ચથી મેળવેલ સારવારનો ખર્ચ વધારે હોય તેવુ કારણ ધરી કલેઇમની પુરી રકચ ચુકવેલ ન હતી. ફરીયાદીની મુખ્ય રજુઆત એવી હતી કે સારવારમાં રીઝનેબલી અને કસ્ટમરી ચાર્જ કોને કહેવાય તેનો પોલીસીમાં કોઇ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલ ન હતો તેમજ રીઝનેબલી અને કસ્ટમરી ચાર્જ કેટલો રાખવો તે વિમા કંપનીને નક્કી કરવા કોઇ હક્ક, અધિકાર કે સતા નથી બીજી બાજુ વિમા કંપની પણ ફરીયાદી દ્વારા સારવારમાં કરવામાં આવેલ ખર્ચ વધારે હોય તેવુ સાબીત કરી શક્યા ન હતા.વાજબી, રુઢીગત અને જરુરી ખર્ચ અંગે નામદાર કમીશન દ્વારા માર્ગદર્શક સિધ્ધાંતો પ્રસ્થાપિત કરેલ છે. ત્યારે વિમા કંપની દ્વારા કરવામાં આવેલ કપાત તદ્દન ખોટી રીતે કરવામાં આવેલ છે.

અને વિમા કંપનીએ સેવામાં ખામી સર્જેલ હોવાનું પ્રસ્થાપિત થાય છે તેવુ ફોરમે માન્ય રાખ્યુ હતુ.ગ્રાહક કમીશને ફરીયાદીની ખોટી અને ગેરકાયદેશર રીતે નામંજૂર/કપાત કરેલ રકમ વાર્ષિક 9 ટકા વ્યાજ તથા ફરીયાદ ખર્ચના રુપિયા 5000 સાથે દિવસ-30 માં ચુકવી આપવા રાજકોટના મહે. ગ્રાહક તકરાર નિવારણ કમીશન- અધિક ના પ્રમુખ જજ સાહેબ શ્રી કે.એમ.દવે તથા સભ્ય શ્રી ટી.જે.સાંકલા સાહેબ દ્વારા હુકમ ફરમાવેલ છે. ફરીયાદી ચિરાગ નટવરલાલ જસાણી વતી લોમેટીકસ એસોશીયેટ ના એડવોકેટ શૈલેન્દ્રસિંહ આર.જાડેજા, સંદિપ આર.જોષી,કેતન વી. જેઠવા, શુભમ આર.જોષી,દેવેન્દ્રસિંહ એસ. જાડેજા રોકાયેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com