મહિલાઓનું ઇન્ટીમેટ એરિયા ખૂબ સંવેદનશીલ હોય છે. જેથી તેની સફાઈનું ખાસ ધ્યાન રાખવું પડે છે. જો તેમાં બેદરકારી રાખવામાં આવે તો અનેક રોગ અને ઈન્ફેક્શન થઈ શકે છે. પ્રાઇવેટ પાર્ટની સફાઈને લઇ અમુક મિથ પણ ચલણમાં છે. જેથી આપણે મહિલાઓના ઇન્ટીમેટ એરિયાની સફાઈ વિશે આ આર્ટિકલમાં વાત કરીશું.
તમે પ્રાઈવેટ પાર્ટ્સને સાફ, ડ્રાય અને બેક્ટેરિયાથી બચાવવા માંગો છો તો કોટન પેન્ટી બેસ્ટ વિકલ્પ માનવામાં આવે છે.
પરંતુ સાથે એ જાણવું પણ જરૂરી છે કે મહિલાઓ માટે કઈ પેન્ટીની ડિઝાઇન બેસ્ટ હોઈ શકે છે. તો બોક્સર ડિઝાઇન શ્રેષ્ઠ હોય છે. કેમ કે તે પહેરવાથી આરામદાયક અને હાઈઝીન જાળવી રાખવામાં મદદ મળે છે. સાથે લેસ અને ફેબ્રિકથી બનેલી બ્રા ભૂલથી ન પહેરવી જોઈએ.
મોટા ભાગની મહિલાઓ 24 કલાક અન્ડરવેર પહેરે છે. એક્સપર્ટની ભલામણ છે કે પીરિયડ્સ પછી અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર અન્ડરવેર ન પહેરવો જોઈએ. આ દરમિયાન કંફર્ટ પાયજામા પહેરવા.જેથી ઇન્ટીમેટ એરિયાને ટાઇટનેસથી આરામ મળે છે.
ઇન્ટીમેટ એરિયાની સફાઈમાં વાળ દૂર કરવાનો પણ સમાવેશ થાય છે. પરંતુ આ કામ માટે કોઈ ક્રીમ, પાવડર, લેસર થેરાપીનો ઉપયોગ ન કરો. માત્ર કાતરની મદદથી ટ્રિમિંગ કરવુ. અથવા શેવિંગથી પણ સફાઈ કરી શકાય છે.
ઇન્ટીમેટ એરિયાને સાફ કરવા માટે કોઈ પણ પ્રકારના પરફ્યુમથી ધોવાની જરૂર નથી હોતી. રોજિંદો વપરાતો સાબુ પણ ઉપયોગ કરી શકાય છે. એના માટે તમારા હાથથી સારી રીતે સાબુની ફીણ બનાવવી. આ ફીણથી સફાઈ કરવી.
પ્રાઈવેટ પાર્ટની સ્વચ્છતા જાળવવા માટે જ્યારે પણ તમે પેશાબ કરો ત્યારે તેને પાણીથી સારી રીતે ધોવુ. અને પછી તેને ટુવાલથી સૂકવવું. જે તમને અનેક ઇન્ફેક્શનથી બચાવશે.