આરોગ્ય નિરીક્ષકોએ અમદાવાદ, સાબરમતી, પાલનપુર અને ગાંધીધામ, ડીઆરએમ ઓફિસ સ્ટાફ કેન્ટીન સહિત અન્ય સ્ટેશનો પર ફૂડ સ્ટોલ, ટ્રોલી અને કેન્ટીનનું નિરીક્ષણ કર્યું
અમદાવાદ
પશ્ચિમ રેલવે, અમદાવાદ મંડળ પર 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2024’સુધી સક્રિય રૂપથી સ્વચ્છતા હી સેવા 2024 અભિયાન આયોજિત કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત 25 થી 28 સપ્ટેમ્બર 2024 દરમિયાન અનેક જાગૃતિ અને સ્વચ્છતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં ઘરે-ઘરે જઈને સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા, સ્વચ્છ ભારત મિશન હેઠળ વિવિધ સ્પર્ધાઓનું આયોજન, સ્વચ્છ ખોરાક પહેલ અને શેરી નાટકો દ્વારા જનજાગૃતિ વધારવા જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.અમદાવાદ મંડળ પર ઘરે-ઘરે જઈને જાગૃતિ અભિયાન સફળતાપૂર્વક ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન રેલ્વે કોલોનીમાં આવેલા તમામ ઘરોની મુલાકાત લેવામાં આવી હતી અને રહેવાસીઓને સામુદાયિક સ્વચ્છતા જાળવવા અંગે શિક્ષિત કરવામાં આવ્યા હતા. રેલ્વે પરિવારના સભ્યોને કચરાના યોગ્ય નિકાલ અને સ્વચ્છતા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા, જેથી વ્યક્તિઓને તેમની આસપાસની સ્વચ્છતા રાખવાની વ્યક્તિગત જવાબદારી લેવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.
સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત સ્વચ્છ ખાદ્ય પહેલ અંતર્ગત મંડળ ના વિવિધ સ્ટેશનો પર ફૂડ સ્ટોલ, કેન્ટીન અને ટ્રેનોમાં પેન્ટીકાર વગેરેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય નિરીક્ષકોએ અમદાવાદ, સાબરમતી, પાલનપુર અને ગાંધીધામ, ડીઆરએમ ઓફિસ સ્ટાફ કેન્ટીન સહિત અન્ય સ્ટેશનો પર ફૂડ સ્ટોલ, ટ્રોલી અને કેન્ટીન, નું નિરીક્ષણ કર્યું હતું અને મુસાફરો, વિક્રેતાઓ અને રેલ્વે કર્મચારીઓને સ્વચ્છ ખોરાક અને વ્યક્તિગત સ્વચ્છતા વિશે માહિતી આપવામાં આવી હતી. તેવી જ રીતે પાલનપુર સ્ટેશન અને રેલ્વે કોલોની અને સાબરમતી સ્ટેશન ખાતેના ખાણીપીણીના સ્ટોલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. રેલ્વે કર્મચારીઓ, વિક્રેતાઓ અને મુસાફરોને સ્વચ્છતા ખોરાક અને સ્વચ્છતા વિશે માહિતી આપી.આ સાથે અમદાવાદ સ્ટેશન, મંડળ રેલવે હોસ્પિટલ સાબરમતી અને સાબરમતી સ્ટેશન પર શેરી નાટકોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શેરી નાટકો દ્વારા રેલ્વે મુસાફરો, કુલીઓ, વિક્રેતાઓ અને કર્મચારીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકના નુકસાન અને સ્વચ્છતાના મહત્વ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા અને સ્વચ્છતા જાળવવા અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.