અમદાવાદ
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ વિભાગના ફુડ ડિપાર્ટમેન્ટ દ્વારા અધિક આરોગ્ય અધિકારી અને ડેઝિગ્નેટેડ ઓફિસર ડો ભાવીન જોષીના માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેરના અલગ-અલગ ઝોનના વોર્ડ વિસ્તારમાં ફુડ ડિપાર્ટમેન્ટ દ્વારા ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયે ખાધ્ય ધંધાકીય એકમો ખાતે કરેલ કામગીરીની વિગત નીચે દર્શાવ્યા મુજબ છે.
ફુડ ડિપાર્ટમેન્ટ દ્વારા અમદાવાદ શહેરમાં આવેલ ખાધ્ય ધંધાકીય એકમોની તપાસ દરમ્યાન એફએસએસએ-૨૦૦૬ અન્વયે ખાધ્ય પદાર્થનાં ધંધાકીય એકમોમાંથી શંકાસ્પદ ખાધ્ય નમુનાઓ લઇ પૃથ્થકરણ અર્થે પબ્લીક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે.
(૧) તા.૧૫/૦૯/૨૦૨૪ ના રોજ આદી એગ્સ એન્ડ ચીકન કરીસ, પ્લોટ નં.૧૩૫/૨, એફએફ ૧૯, ટીપી ૪૫, ચાંદલોડીયા, અમદાવાદવાળી જગ્યાની આવેલ અનહાઈજેનીક કન્ડીશન બાબતે આવેલ ફરીયાદ તેમજ તપાસ દરમ્યાન અનહાઇજેનીક કન્ડીશન મળી આવતા તેમજ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયેના નિયમોનું પાલન ન કરવા બદલ સદર એકમને જાહેર આરોગ્યના હીતમાં સીલ કરવામાં આવેલ છે (૨) તા.૨૩/૦૯/૨૦૨૪ ના રોજ બાબાદીપસિંહ રેસ્ટોરન્ટ, ૦૪, ગ્રાઉન્ડ ફલોર, નરોડા બીઝનેસ હબ, નરોડા-દહેગામ રોડ, હંસપુરા, અમદાવાદવાળી જગ્યાની આવેલ અનહાઇજેનીક કન્ડીશન બાબતે આવેલ ફરીયાદ તેમજ તપાસ દરમ્યાન અનહાઇજેનીક કન્ડીશન મળી આવતા તેમજ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયેના નિયમોનું પાલન ન કરવા બદલ સદર એકમને જાહેર આરોગ્યના હીતમાં કલોઝર કરવામાં આવેલ છે.આગામી નવરાત્રી મહોત્સવ દરમ્યાન તમામ પાર્ટી પ્લોટ, હોલમાં ફુડ કોર્ટનું આયોજન કરેલ હોય તે સંચાલકોએ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયે જાહેર આરોગ્યના હીતમાં લાયસન્સ / ૨જીસ્ટ્રેશન મેળવી ને જ ધંધો કરવો.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ ડિપાર્ટમેન્ટની ટીમ દ્રારા આવનાર દિવસો દરમ્યાન જાહેર આરોગ્યના હીતમાં તેમજ આવનાર તહેવારોના અનુસંધાને મીઠાઈ, તૈયાર ખોરાક, દુધ અને દુધની બનાવટો તથા તેને આનુષાંગિક રો- મટીરીયલના ધંધા સાથે સંકળાયેલ એકમો તેમજ અલગ અલગ વોર્ડ વાઇઝ ખાધ્ય પદાર્થનો ધંધો કરતા એકમો, મીઠાઈ, ફરસાણના ધંધાઓ, પાણીપુરી વાળી જગ્યા અને શહેરની તમામ હોટલ / રેસ્ટોરન્ટના ઇન્સ્પેકશનની કામગીરી કરવામાં આવશે તેમજ આવનાર દિવસોમાં લાયસન્સ / રજીસ્ટ્રેશન વગર ધંધો કરતા એકમોનું પણ સધન ચેકીંગ કરવામાં આવશે અને ચેકીંગ દરમ્યાન લાયસન્સ / રજીસ્ટ્રેશન વગર ધંધો કરતા એકમો જણાશે તો સીલ / બંધ સુધીના કડક પગલા ભરવામાં આવશે. જેની ખાસ ગંભીર નોંધ લેવી.