લ્યો,…. રમી લ્યો ગરબા,.. અંબાલાલ પટેલે કરી નવે નવ દિવસ સુધી વરસાદની આગાહી…

Spread the love

3 ઓક્ટોબરથી ગુજરાતીઓના ફેવરિટ નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ નવરાત્રિ મહોત્સવ માટે ખેલૈયાઓમાં હંમેશાથી થનગનાટ જોવા મળતો હોય છે.

પરંતું હવે જ્યારે નવરાત્રિને ગણતરીના દિવસો બાકી છે, ત્યાં વરસાદ વિધ્ન બનીને ત્રાટકે તેવું લાગી રહ્યું છે. ત્યારે નવરાત્રિના નવ દિવસ દરમિયાન હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે.

નવરાત્રિના નવ દિવસ દરમિયાન દિવસે તડકો અને રાત્રે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે તેવું તેમણે જણાવ્યું.

તારીખ 3 ઓક્ટોબરથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે, અને 12 ઓક્ટોબરે નવરાત્રિ પૂર્ણ થશે.

ત્યારે અંબાલાલ પટેલે નક્ષત્ર જોઈને ભવિષ્યવાણી કરી કે, નવરાત્રિના દિવસોમાં તડકો પડવાની શક્યતા રહેશે અને તડકા વચ્ચે ક્યાંક વરસાદ થવાની શક્યતા છે.

શરદપૂનમના દિવસે પણ દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે અને શરદ પૂનમની રાત્રે ચંદ્ર જો શ્યામ વાદળોમાં આખી રાત ઢંકાયેલો હશે તો વાહનોને અસર કરે તેવુ ચક્રવાત બનવાની શક્યતા રહેશે

તેમણે કહ્યું કે, શરદ પૂનમ પછી પણ હવામાનમાં ફેરફાર થતા રહેશે અને ક્યાંક ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે.

શરદ પૂનમથી દેવ દિવાળી સુધીના ભાગોમાં હવામાનમાં પલટા આવ્યા કરશે અને દરિયા ભારે પવન ફૂંકાશે. તારીખ 18, 19, 20 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું છે અને તારીખ 22 સુધીમાં રાજ્યના ભાગોમાં વાદળવાયુ વાતાવરણ થઈ શકે અને ક્યાંક માવઠું થવાની શક્યતા પણ રહી શકે છે.

અંબાલાલે ઠંડીની આગાહી કરતા કહ્યું કે, તારીખ 29 થી શિયાળાની શરૂઆત થાય ઠંડી પડે અને 3 ડિસેમ્બરથી સખત ઠંડીનો અનુભવ થશે.

22 ડિસેમ્બર બાદ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જેના કારણે તારીખ 27 થી 30માં વચ્ચે ઠંડી અને જાન્યુઆરીની શરૂઆતમાં ભારે ઠંડીની શરૂઆત થઈ જશે. જાન્યુઆરી માસ ઠંડો રહેશે આ ઉપરાંત ફેબ્રુઆરી માસની શરૂઆતમાં પણ હાથથી જવતી ઠંડી પડવાની શક્યતા છે.

લાલી નોની અસર શક્યતા કેટલાક તજજ્ઞો દ્વારા બતાવાઈ રહી છે, જેની અસર માર્ચ માસ સુધી થશે, અને ઉભા કૃષિ પાકોમાં હાની થવાની શક્યતા રહેશે.

દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વરસાદ થવાની શક્યતા છે ભૂસ્ખલનની શક્યતા છે એટલે આ અરસામાં પ્રવાસીઓએ ખાસ કાળજી રાખવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com