અનેક લોકો જાહેરમાં અભદ્ર વર્તન કરતા હોય છે. જેમાં અમુક લોકો સોશિયલ મીડિયામાં ફેમસ થવા પણ આવું કરતા હોય છે. પરંતુ એક બ્રિટિશ દંપતીને આવું કરવું મોંઘુ પડ્યું છે. આ દંપતીને ઇઝીજેટની ફ્લાઇટમાંથી અભદ્ર વર્તન કરવાનાં કારણે મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. બ્રેડલી સ્મિથ અને એન્ટોનિયા સુલિવન નામના કપલે કોર્ટમાં સુનાવણી દરમિયાન જાહેર સ્થળે અશ્લીલ કૃત્ય કરવાનો ગુનો સ્વીકાર્યો છે.આ ઘટના 3 માર્ચે બની હતી જ્યારે કપલ સ્પેનના ટેનેરીફથી બ્રિસ્ટોલ પરત ફરી રહ્યું હતું.
ફ્લાઇટમાં ઉડાન દરમિયાન અનેક સાક્ષીઓએ દંપતીના અશ્લીલ હરકત વિશે ક્રૂને ફરિયાદ કરી હતી. આ ફ્લાઇટમાં બ્રેડલી સીટ નંબર 16A માં બેઠો હતો અને એન્ટોનિયા સીટ નંબર 16B માં બેઠી હતો. ફરિયાદ મુજબ કપલે ફ્લાઇટ ટેક ઓફ કર્યા બાદ તરત જ અશ્લીલ કૃત્ય કરવાનું શરૂ કર્યું હતું. સાક્ષીઓના જણાવ્યા મુજબ બ્રેડલીએ એન્ટોનિયાને સેક્સ કરવા માટે કહ્યું, ત્યારબાદ તેમને અશ્લીલ હરકત કરવાની શરૂઆત કરી હતી. આ કપલે બાદમાં તેમની હરકત છુપાવવાનો પણ પ્રયાસ કર્યો હતો.
જ્યારે એક છોકરીની માતાએ કેબિન ક્રૂને આ અંગે ફરિયાદ કરી તો એન્ટોનિયાએ કહ્યું કે તે માત્ર તેના બોયફ્રેન્ડના ખોળામાં બેસી હતી. પરંતુ બાદમાં પોલીસે આ કપલને પૂછપરછ માટે પ્લેનમાંથી બહાર કાઢી મૂક્યા હતા.
22 વર્ષીય બ્રેડલી અને 20 વર્ષીય એન્ટોનિયાએ જાહેર સ્થળે અશ્લીલ કૃત્ય કરવાનું સ્વીકાર્યું છે. જેથી કોર્ટે ત્રણ સાક્ષીઓને 100 GBP (લગભગ 11,000 રૂપિયા) વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ સિવાય બ્રેડલીને 300 કલાક સુધી સામાજિક સેવા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને એન્ટોનિયાને પણ 270 કલાક સામાજિક સેવા કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
કોર્ટેનાં જજ લિન મેથ્યુઝે દંપતીને તેમના અશ્લીલ કૃત્ય પર ઠપકો આપતા કહ્યું કે “તમને અન્ય મુસાફરોની ભાવનાઓની કોઈ પરવાહ નહતી. તમારી પાછળ એક બાળક બેઠેલું હતું જે બધું જોઈ રહ્યું હતું. તમે ખુદને શું સમજો છો, તમને આવું કરવાનો અધિકાર કોને આપ્યો?”.