વિકાસ પેનલ તરફથી અલ્પેશ નટવરલાલ શાહે પણ ઉમેદવારી નોંધાવી
સભ્યએ 23 થી ઓછા કે વધારે મત આપેલ હશે તો મત પત્રક રદ ગણવામાં આવશે,વિકાસ પેનલ જીતશે તેઓ વિશ્વાસ કન્વીનર રીતેશભાઈએ વ્યક્ત કર્યો
કન્વીનર રિતેશ પંકજભાઈ શાહ
અમદાવાદ
એક મજબૂત અને સંગઠિત સમાજ બનાવવા માટે નિષ્ઠાપૂર્વક શાસન હોવું જરૂરી છે અને સર્વ સંમતિથી નિર્ણય લેવામાં આવે તે જ જરૂરી છે જેને લઈને ઝાલાવાડ મૂર્તિપૂજક જૈન સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા અગાઉ કારોબારી સભ્યોની નિમણૂક સિલેક્શન દ્વારા કરવામાં આવતી હતી પરંતુ આ વર્ષે ચૂંટણી દ્વારા સભ્યોની નિમણૂક કરવાનું અગ્રણીઓ દ્વારા નિર્ણય લેવાયો છે. જેને લઈને આજે અમદાવાદના પાલડી વિસ્તારમાં ચંદ્રનગર ખાતે આવેલ ઝાલા સમાજની વાડી ખાતે આજે ઝાલાવાડ મૂર્તિપૂજક જૈન સેવા સમાજ ટ્રસ્ટના 23 કારોબારી સભ્યો માટેની ચૂંટણી સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધી યોજાઈ રહી છે.ઝાલાવાડ મૂર્તિપૂજક જૈન સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા 50 વર્ષમાં પ્રથમવાર કારોબારી સભ્યો માટે ચૂંટણીનુ આયોજન કરાયું છે. પ્રથમ વખત યોજાયેલી ચૂંટણીમાં વિકાસ પેનલ અને પરિવર્તન પેનલના સભ્યોએ ઉમેદવારી કરી છે. એક પેનલમાં 23 ઉમેદવારો ચુટણી લડી રહ્યા છે.આ સભ્યોની ચુટણી માટે ટ્રસ્ટના 2700 સભ્યો વોટિંગ કરી રહ્યા છે. વોટીંગમાં * ચોકડી એટલે કે એક્સ કરી 23 મત ફરજિયાત આપવાના રહેશે સભ્યએ 23 થી ઓછા કે વધારે મત આપેલ હશે તો મત પત્રક રદ ગણવામાં આવશે.
આ અંગે કન્વીનર રિતેશ પંકજભાઈ શાહે માનવ મિત્ર દૈનિક અખબારને જણાવ્યું હતું કે આજરોજ ઝાલાવાડ સમાજનું ઇલેક્શન થઈ રહ્યું છે ત્યારે વિકાસ પેનલ ને મત આપી જીતાડવાની અપીલ કરવામાં આવી છે એક સભ્યએ 23 મત આપવાના છે સ્વસ્તિક નિશાન ઉપર વિકાસ પેનલને મત આપવા અપીલ કરી હતી. અને તેમની વિકાસ પેનલ જીતશે તેઓ વિશ્વાસ રીતેશભાઈએ વ્યક્ત કર્યો હતો.જ્યારે બીજી તરફ પરિવર્તન પેનલ પણ પોતાના સભ્યના ઉમેદવારને જીતાડવા માટે ભરપૂર પ્રયત્ન કરી રહ્યા છે તેઓ પણ સભ્યને પોતાની પેનલમાં મત આપવા માટે અપીલ કરી રહ્યા છે.બંને પેનલો દ્વારા પોતાના તરફ વોટિંગ થાય તે માટે તાકાત લગાવી રહ્યા છે.હવે સાંજે છ વાગે પરિણામ શું આવશે વિકાસ કે પરિવર્તન પેનલ જીતશે તે જોવાનું રહેશે આજે સાંજે ચૂંટણીનું પરિણામ 6 વાગે જાહેર કરવામાં આવશે.
વિકાસ પેનલ તરફથી રીચમન ગ્રાન્ડ મકરબા ખાતે રહેતા અલ્પેશ નટવરલાલ શાહે પણ ઉમેદવારી નોંધાવી છે. જેમનો ક્રમાંક નંબર 6 છે.
સમાજની ચૂંટણીમાં ચૂંટણી અધિકારી તરીકે કમલેશ.આર.કોઠારી, ભરતભાઈ.ડી.કામદાર અને વિજયભાઈ.ડી.શાહ ફરજ બજાવી રહ્યા છે.આ ઝાલાવાડ મૂર્તિપૂજક જૈન સેવા સમાજ ટ્રસ્ટ તરફથી દરેક સમાજને એક શીખ મળે છે કે દરેક સમાજે પોતાનો ઉમેદવાર પોતાના સભ્ય દ્વારા ચૂંટી બનાવવો જોઈએ જેથી ભવિષ્યમાં પોતાના સમાજના સંચાલન માટે સુનિશ્ચિત અને સુમેળભર્યું આયોજન કરી શકે.