રાજ્યના ગૃહ મંત્રી પાવરફુલ અને નિર્ણય શક્તિ ધરાવતી વ્યક્તિ છે, ત્યારે ગૃહ ખાતું હાલ ટન ટના ટન ટન ચલાવી રહ્યા છે, લોફરો, લુખ્ખા તત્વોને હમણાં જ સીધા ઢોર કર્યા બાદ શહેરમાં શાંતિ 12 કલાકમાં સ્થપાઈ ગઈ હતી, ત્યારબાદ ઓવેસી સામે જેપીસીની મીટીંગમાં પીરની સામે વિરે ધમધમાટી બોલાવીને બોલતી બંધ કરી દીધી હતી અને સુરતની મેટર જે પથ્થર મારવાની ઘટનામાં 12 કલાકમાં આરોપીઓને શોધીને સીધા ઢોર કરી દીધા હતા, ત્યારે એક પછી એક કારનામાં બાદ ગૃહ મંત્રીએ શનિવારે હનુમાન કૂદકો લગાવ્યો હોય, તેમ નવરાત્રીમાં આખી રાત ગરબા રમો કોઈ નહિ રોકે, ત્યારે આ નિવેદનની ચર્ચા આખા ગુજરાત ભરમાં ચા ની કીટલીઓ થી લઈને પાનના ગલ્લે, શાક માર્કેટમાં ચાલી રહી છે, પણ હા ગૃહમંત્રીએ લાઉડ સ્પીકર સંદર્ભે ચૂપકીદી છે, એટલે ઢોલ અને મોઢેથી ગરબા ગાઈ શકો એવું કહી શકાય? ત્યારે 12:00 વાગ્યા સુધી નવી ફેશન એવા સ્પીકરો થી લઈને સાધી ડીજે સુધીનું તોફાન અને 12:00 વાગ્યા પછી ભાતિગળ ગરબા પણ કહી શકાય,
ગૃહ મંત્રી ગુજરાતને એવા મળ્યા છે કે નિર્ણય શક્તિ જે પાવરફુલ ભરેલી છે તેનો ઉપયોગ અને સદુપયોગ લોકો માટે ધમાધમ કરી રહ્યા છે, નામ હર્ષ અને સૌને હર્ષથી ખુશી આંસુ લાવી દે અને ન ધારેલા નિર્ણય લે તે હર્ષ ત્યારે નવરાત્રિમાં ઓર્કેસ્ટ્રા ગાયન કલાકારોએ અગાઉથી નક્કી કરેલા ભાવો જે ગાવાના હોય તેમાં આયોજકોને ભારે ચિંતા બેઠી છે, ટિકિટના રેટ વધારવા કે પછી શું કરવું? ગૃહ મંત્રીએ પણ જે સ્ટેટમેન્ટ આપ્યું છે, તે નોરતા પહેલા પાંચ દિવસ અગાઉ જાહેરાત કરતા અનેક ખેલૈયાઓમાં ખુશીની લહેર છે, પણ આયોજકોને સેટીંગ કઈ રીતે કરવું તે સમજાતું નથી, બાકી આપણા ગુજરાતના ગૃહમંત્રી તડફડ અને નિર્ણય શક્તિ ધરાવતી વ્યક્તિ છે,
Box
૧૨ વાગ્યા પછી લાઉડ સ્પીકર ચાલુ કે બંધ? આ મુદ્દે હાલ તો ગૃહમંત્રીએ ચૂપકીદી શેવી છે, પણ હા, રાતના 12:00 વાગ્યા સુધી DJ અને બાર વાગ્યા પછી ભાતિગળ ગરબા એવા OLD IS GOLD આજે નવા ગરબા, જે નવ યુવાનો ગાઈ રહ્યા છે, તેના કરતાં ભાતિગળ ગરબાઓની માંગ તો ટીમ વધી અને લોકો જોવા જાય છે, ત્યારે બાર વાગ્યા પછી ભાતિગળ ગરબા મહિલાઓ ગાઈને સવાર સુધી ગાય તો નવાઈ નહીં, ત્યારે આજદિન સુધી DJ વાળા ગાયન કલાકારો જ કમાતા હતા. ઢોલ, નગારા, મંજીરા, બાજુવાળા એક બાજુ થઈ ગયા હતા, ત્યારે હવે તમામને રોજ રોટી મળે તે માટે બાર વાગ્યા પછીના ભાતિગળ ગરબામાં ઢોલનું વેચાણ વધે તો નવાઈ નહીં,
રાત્રે ખાણી પીણી ચીજ વસ્તુઓ વેચનારા લોકોની પણ રોજગારી ચાલશે
તમામની દિવાળી સુધરે તે માટે સરાહનીય પ્રયાસ કહી શકાય