હાલ વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પાર્ટીઓ પ્રચારમાં વ્યસ્ત બની છે. તેવામાં ગઇકાલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ચાલુ ભાષણ દરમિયાન તબિયત લથડી હતી. જે બાદ તેમણે પીએમ મોદીને વચ્ચે લાવીને એક વિવાદિત નિવેદન આપ્યુ હતું. તેઓએ કહ્યુ હતું તે જ્યાં સુધી મોદી સત્તામાં છે હું મરીશ નહી. આ નિવેદનને લઇને અમિત શાહ લાલઘૂમ થયા હતા.જે મામલે અમિત શાહે વળતો જવાબ આપ્યો છે.
ગૃહમંત્રી શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે ગઇકાલે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પોતાના ભાષણમાં અપમાન જનક વ્યહાર કરીને પોતે જ પોતાના નેતા અને પોતાની પાર્ટીને પાછળ રાખી દીધી છે.
ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે મલ્લિકાર્જુન ખડગે પોતાની કડવાશનો પરિષય આપીને તેઓ મતલબ વિના પીએમ મોદીને પોતાના સ્વાસ્થ્યની મામલે વચ્ચે લાવી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે પીએમ મોદીને સત્તામાંથી હટાવીને જ દમ લેશે. આ પરથી જાણી સમજી શકાય છે કે કોંગ્રેસિઓમાં પીએમ મોદીને લઇને કેટલી નફરત અને ડર છે કે તેઓ દરેક સમયે પીએમ મોદી વિશે જ વિચારી રહ્યા હોય છે.
અમિત શાહે વધુમાં કહ્યું કે જ્યાં સુધી કોંગ્રેસ અધ્યક્ષની તબિયતની વાત છે તો પીએમ મોદી પ્રાર્થના કરે છે, હું પ્રાર્થના કરું છું. અમે બધા પ્રાર્થના કરીએ છીએ કે તે લાંબુ જીવે અને સ્વસ્થ રહે. 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ થતું જોવા માટે તેઓ જીવિત રહે.
જો કે મળતી માહિતી મુજબ પીએમ મોદીએ મલ્લિકાર્જુન ખડગેને ફોન કરીને તેમના ખબર અંતર પૂછ્યા હતા. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરના બિલવારમાં ચૂંટણી કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તબિયત અચાનક બગડી ગઈ હતી.