નવસારીની હોટલમાં સેક્સ દરમિયાન યુવતીના મોત મામલે એસપી સુશીલ અગ્રવાલે એક મોટો ખુલાસો કર્યો છે. યુવતીના મોત મામલે ફોડ પાડતાં સુશીલ અગ્રવાલે કહ્યું કે ફોરેન્સિક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે સેક્સ બાદ મહિલાની યોનિ ફાટી ગઈ હતી જેના કારણે તેને ભારે રક્તસ્ત્રાવ થવા લાગ્યો હતો.આરોપી બોયફ્રેન્ડ ભાર્ગવ પટેલે 108 કે બીજી કોઈ મેડિકલ સહાય લેવાને બદલે મિત્રોનો કોન્ટક્ટ કર્યો હતો.જો તેને સમયસર IV પ્રવાહી, લોહી અને જરૂરી દવાઓ મળી હોત તો તેનો જીવ બચાવી શકાયો હોત.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, યુવતીનું મોત તેના પ્રાઈવેટ પાર્ટમાં ગંભીર ઈજા અને વધુ પડતા રક્તસ્ત્રાવને કારણે થયું હતું. FIR મુજબ, મહિલા નવસારીમાં નર્સિંગ કોર્સના પ્રથમ વર્ષની વિદ્યાર્થીની હતી. તે 3 વર્ષ પહેલા આરોપીઓને પહેલીવાર મળી હતી, પરંતુ તેઓ બે વર્ષથી વધુ સમયથી સંપર્કમાં નહોતા. લગભગ સાત મહિના પહેલા તેઓ ફરીથી સોશિયલ મીડિયા દ્વારા એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.
23 સપ્ટેમ્બરના રોજ બપોરે 2:00 વાગ્યે ચીખલીના નોગામાનો રહેવાશી ભાર્ગવ પટેલે તેની પ્રેમિકાને લઈને શરીર સુખ માણવા નવસારીની હેપી સ્ટે હોટલમાં ગયો હતો. શારીરિક સંબંધો બાંધતી વખતે યુવતીના પ્રાઈવેટ પાર્ટમાંથી હેવી બ્લીડિંગ (વધારે પડતું લોહી વહી જવું) થયું હતું. યુવતી આ દરમિયાન બેભાન થઈ ગઈ હતી, તેનો જીવ બચી હોત પરંતુ ભાર્ગવ 2 કલાક સુધી ગૂગલ પર સર્ચ કરતો રહ્યો હતો કે લોહી બંધ કેવી રીતે કરવું, આને કારણે યુવતીને સમયસર સારવાર ન મળી અને તેનું મોત થયું. 26 વર્ષીય ભાર્ગવ સોશિયલ મીડિયાના માધ્યમથી ચીખલી તાલુકાના એક ગામમાં રહેતી યુવતી સાથે પ્રેમસંબંધમાં આવ્યો હતો. બે વર્ષના સંબંધ બાદ ભાર્ગવ શરીરસુખ માણવા ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશન પાસે આવેલી હોટલ હેપ્પી સ્ટેના લઈ ગયો હતો અને અહીં શરીર સંબંધ બાંધતી વખતે યુવતીનું મોત થયું હતું.
પીડિતાનું નામ ભાવિકા છે અને તે ભાર્ગવ નામના યુવાન સાથે પ્રેમમાં હતી. ભાવિકા નર્સિંગ કોલેજના પહેલા વર્ષની વિદ્યાર્થિની હતી. બુધવારે તેમણે બન્નેએ હોટલમાં જવાનો પ્લાન ગોઠવ્યો હતો.
એક પોલીસ અધિકારીએ કહ્યું, ‘સાત મહિના સુધી રિલેશનશિપમાં રહ્યા પછી, તેઓએ 23 સપ્ટેમ્બરના રોજ થોડો ખાનગી સમય પસાર કરવાનું નક્કી કર્યું અને એક હોટલમાં રોકાયા. તેના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી નીકળતું હોવાની જાણ થયા બાદ પણ આરોપીએ તેની સાથે શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે સ્થિતિ વધુ વણસી ત્યારે તેણે હોટલમાં 60 થી 90 મિનિટ વિતાવી. હોટેલ છોડતા પહેલા તેણે પુરાવા દૂર કરવા માટે લોહીના ડાઘા સાફ કર્યા.
મેડિકલ વિજ્ઞાનની પરિભાષામાં સમજીએ તો યોનિમાર્ગમાં રહેલો પડદો (યોનિપટલ-હાઈમેન) તૂટવાથી આવો રક્તસ્ત્રાવ થતો હોય છે. આ એકદમ બારીક પડ છે. જે ક્યારેક પ્રથમ સમાગમ દરમિયાન તૂટે છે અને તેને કારણે સ્ત્રીના પ્રાઈવેટ પાર્ટમાંથી ઘણું બધું લોહી વહી જાય છે જે મોતનું કારણ બની શકે છે. એટલે કે પહેલી વાર શરીર સંબંધ બાંધનાર યુવાનોએ સલામતીના પગલાં લેવા જોઈએ નહીંતર આવી ઘટનાઓ બની શકે છે.