ભોપાલ પાસે આવેલ ભગવાન શ્રીરામનું મંદિર દર્શન કરવાથી બેડો પાર થઈ જાય

Spread the love

જાણો ભગવાન શ્રીરામના એક એવા મંદિર વિશે, જ્યાં દરેકની મનોકામના પૂરી થાય છે. અને બનાવે છે દરેકને ધનવાન મિત્રો આજે અમે તમને એક એવી જગ્યા વિશે જણાવીશું કે જ્યાં ભગવાન શ્રીરામને રાજારામ તરીકે પુજવામાં આવે છે અને અહીં માત્ર રાજા રામની સરકાર જ કહેવામાં આવે છે. અહીં કોઈપણ પ્રકારના નેતાને પ્રવેશ પણ આપવામાં આવતો નથી.મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી થોડાક કિલોમીટર દૂર ઓરછા નામનું સ્થળ આવેલું છે. ઓરછા ઐતિહાસિક અને ખુબ જ સમૃદ્ધ સ્થળ છે. આથી આ સ્થળ દેશ અને વિદેશમાં પણ ખુબ જ પ્રખ્યાત અને પ્રચલિત છે. અહીં આવેલા વિશાળ મહેલ, શીશમહેલ અને જંગલી જાનવરોથી ભરેલ જંગલ એ વિદેશી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.

અહીં આવેલ રાજા રામના મંદિરમાં દર વર્ષે 65000 દેશના પ્રવાસીઓ અને 25000 વિદેશના પ્રવાસીઓ આ મંદિરમાં દર્શન માટે આવે છે અને દરરોજ આવતા ભક્તોની સંખ્યા 1500 થી 3000 વચ્ચે હોય છે. તહેવારમાં ત્યાં ખુબ જ ભીડ હોય છે. ખાસ કરીને વસંત પંચમી, કાર્તિક પૂર્ણિમા, રામ નવમી અને વિવાહ પંચમીના દિવસે ખુબ જ વધુ મહત્વ હોય છે. અહીં ભગવાન શ્રીરામ પદ્માસનની મુદ્રામાં બિરાજીત છે. જેમના ડાબા હાથમાં તલવાર અને જમણા હાથમાં ઢાલ છે. અને સાથે જ રામ ભગવાનની ડાબી બાજુ લક્ષ્મણ અને જમણી બાજુ સીતાજીની મૂર્તિ છે. ભગવાન શ્રી રામના ચરણોમાં હનુમાનજી અને જામવંત પણ બિરાજીત છે. કહેવામાં આવે છે કે અહીં રાજા રામ સંપૂર્ણ દરબાર સાથે બિરાજિત છે. સવારના 8 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી મંદિરના દરવાજા ખુલ્લા હોય છે. આ મંદિર 15મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. ઈ.સ 1554 થી 1592 સુધી મધુકર શાહનું રાજ હતું. મધુકરની મહારાણી સંપૂર્ણ તપસ્યા કરીને શ્રીરામને સાક્ષાત ઓરછા ગામમાં લાવ્યા હતા.આ મંદિરમાં એક એવી માન્યતા છે કે જે વ્યક્તિ શ્રદ્ધાથી અને સંપૂર્ણ ભાવથી ભગવાન શ્રીરામના દર્શન કરે છે. તો તેને શ્રી રામ ભગવાનની મૂર્તિમાં ભગવાન રામ આંખનો પલકારો મારે છે તેવું દેખાય છે. અને કહેવાય છે તે જોનાર વ્યક્તિની સર્વ મનોકામના પૂર્ણ થવાનો સંકેત છે. આજે પણ અહીં રામરાજ્ય જેવું શાસન છે. અહીં કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચાર થતો નથી. અહીં મંદિરમાં પટ્ટો પહેરીને આવવાની મનાય છે. કારણ કે કમર કસીને જવું એટલે રાજાનું અપમાન થયું એવું માનવામાં આવે છે.

અહીંના નિયમ અનુસાર રાજા રામને સૂરજ ઉગે તે પહેલા અને સૂરજ આથમ્યા બાદ સૈનિકો દ્વારા સલામી એટલે કે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. અહીં રામ માટે હથિયારોથી સજ્જ સૈનિકો સેવા આપી રહ્યા છે અને આજ કારણે ઓછામાં રાજારામની સરકાર કહેવામાં આવે છે.આ મંદિરમાં રામ નવમી અને લગ્ન પંચમીના દિવસે રાજા રામની મૂર્તિને મહેલથી બહાર લાવી એક મોટા ઝૂલા પર બિરાજીત કરવામાં આવે છે. જેથી અહીં આવેલી દરેક વ્યક્તિ તેના દર્શનનો લાભ લઇ શકે. અહીં વિવાહ પંચમીના દિવસે પાનની બીડી અને અતરની કડી પ્રસાદ સ્વરૂપમાં આપવાની પરંપરા ચાલી આવે છે.ભગવાન શ્રી રામના મંદિરની આજુબાજુ હનુમાનજીના મંદિર આવેલા છે જે રામજી માટે રક્ષા સ્વરૂપ કાર્ય કરે છે.આ મંદિરની આ બાજુમાંજ બે મિનારા આવેલા છે. જેને શ્રાવણ ભાદરવો મિનારા કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શ્રાવણ-ભાદરવા મહિનામાં આ બંને ભેગા થાય છે અને અને ત્યારબાદ છુટા પણ પડી જાય છે. પહેલાના સમયમાં આ મિનારા નીચે આવેલા રસ્તાનો અવરજવર માટે ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ આજે તે રસ્તાને બંધ કરવામાં આવેલ છે. આથી તેના પર કંઈ પણ સંશોધન કરી શકાતું નથી.

જો મધ્યપ્રદેશ જાવ તો અવશ્ય એક વાર આ મંદિરની મુલાકાત લો. તમારી દરેક મનોકામના રાજા રામ પૂરી કરશે. અયોધ્યામાં જેવી રીતે ભગવાન શ્રી રામનું મંદિર છે તેવી જ રીતે અહી પણ ભગવાન શ્રી રામનું મંદિર ખુબ જ પ્રખ્યાત છે. પણ અયોધ્યામાં હિંદુ મંદિરને હજુ બનતા ઘણી વાર લાગશે એમ જણાઈ રહ્યું છે. ભગવાન શ્રી રામ એક પ્રતાપી અને એક ન્યાય પ્રિય રાજા છે એતો ખબર જ છે, એટલે જ કધાચ આ મંદિરમાં દરવાજા બંધ થતા હથિયાર બંધ સૈનિકો દ્વારા સલામી આપવામાં આવે છે, આવી સલામી આપવામાં આવે છે, ભગવાન રાજા રામ અહી આવેલા છે તેમ ત્યાના પ્રજાજનોનું કહેવું છે, અને ત્યારથી જ આ મંદિર પ્રખ્યાત છે ત્યાર બાદ અહી હજારો ની સંખ્યામાં અહી લોકો દર્શન માટે આવે છે. અહી આવનારાઓની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે, કેમ કે તે લોકોને ભગવાન રામ પર અતિશય શ્રદ્ધા રાખે છે, માટે અહી રહેલા માણસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જો તમે પણ ભગવાન રામમાં શ્રદ્ધા ધરાવો છો તો, તમે પણ અહી રોજ આવજો જેથી તમારી જે કોઈ મનોકામના હોય એ જરુર પૂરી થાય, એમ પણ કહેવાય છે કે અહી આવનારની દરેક મનોકામના વસ્ય પૂરી થાય છે, માટે તમે ગમે ત્યાં રહેતા હોય તો પણ અહી એક વાર જરુર દર્શન કરવા આવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com