AMC ધ્વારા પ્લાસ્ટિકને નાથવા કલેક્શન સાથે ઈનામનું સીલેકશન કરશે

Spread the love

રાજ્ય સરકારના તાજેતરના પરિપત્રના આધારે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ૧૧ સપ્ટેમ્બર, ર૦૧૯ની ર૭ ઓકટોબર, ર૦૧૯ સુધી પ્લાસ્ટિકમુક્ત ભારત વિષય પર સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાશે. જેમાં ૧ ઓકટોબર, ર૦૧૯ સુધી જનજાગૃતિ અભિયાન, તા.ર ઓકટોબર-ગાંધીજયંતીએ શ્રમદાન, તા.૩ થી ર૭ સુધી પ્લાસ્ટિકમુકત દિવાળીના ઉજવણીના ભાગરૂપે એકઠા કરાયેલા પ્લાસ્ટિકનો નિકાલ એમ ત્રણ તબક્કામાં કામગીરી કરાશે. સ્વચ્છતા ઝુંબેશ હેઠળ પ્યાલા બરણી, વાસણ ભંડારવાળાને પ્રોત્સાહન આપી પ્લાસ્ટિકની વસ્તુના બદલે અન્ય વાસણ આપવા તહેવારોમાં ગિફટ પેક કરવા કે આપવા માટે કપડાંની થેલીનો ઉપયોગ કરવા પ્રોત્સાહન આપવું. એનજીઓના સહકારથી ઘેર-ઘેરથી નકામાં કપડાં એક‌િત્રત કરી તેની બેગ બનાવીને નાગરિકોમાં વિતરણ કરવું. તમામ સ્થળ પર સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો. હોટલ-રેસ્ટોરાંના સંચાલકોને બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરવા. ધર્મગુરુઓને પ્લાસ્ટિકના ઓછા ઉપયોગ માટે જોડવા જેવી બાબતો હાથ ધરાશે.

આમ તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૧પ ઓગસ્ટ-સ્વાતંત્ર્ય પર્વે કરાયેલા દેશવ્યાપી સંબોધનમાં પ્લાસ્ટિકમુક્ત ભારતનું આહ્વાન કરાયું હતું તેના પગલે મ્યુનિસિપલ સત્તાવાળાઓએ શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે ઉગ્ર ઝુંબેશ ચલાવી હતી. તે વખતે તંત્રની ઝુંબેશથી પ્લાસ્ટિકના ઉત્પાદકો તથા વેચાણકર્તા અને વપરાશકારોમાં ફફડાટ ફેલાયો હતો, જોકે પ્રતિબંધિત પ્લાસ્ટિક સામેની જોરશોરથી શરૂ થયેલી ઝુંબેશ હવે અચાનક ઠપ થવાથી પ્લાસ્ટિકનો માલ રાજ્યનાં નાનાં શહેરોમાં સગેવગે કરવા તંત્રએ વેપારીઓને અંદરખાનેથી સમય આપ્યો હોવાની ચર્ચા ઊઠી છે. આ ઉપરાંત કેટલાક અધિકારીઓએ પ્રતિબંધિત પ્લાસ્ટિકના નામે તોડબાજી શરૂ કરી હોઇ પ૦ માઇક્રોનથી વધુની ઝભલા થેલી પર પ્રતિબંધ ન હોવા છતાં વેપારીઓની ખોટી રીતે હેરાન કરાતા હોવાની ફરિયાદ ગાંધીનગર સુધી વેપારીઆલમે કરી હતી. હવે જ્યારે આગામી ર૭ ઓકટોબર સુધી પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે સત્તાધીશો જનજાગૃતિ અભિયાન શરૂ કરનાર છે તે સંજોગોમાં તા.ર૭ ઓક્ટોબર બાદ ફરી દંડનીય ઝુંબેશનો આરંભ થાય તેવી શક્યતા છે. દરમિયાન આ અંગે મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના વડા હર્ષદ સોલંકીને પૂછતાં તેઓ કહે છે, નાગરિકો પાસેથી પ્લાસ્ટિક ખરીદવા તંત્ર સિવિક સેન્ટર, મસ્ટર સ્ટેશન, મ્યુનિસિપલ ઓફિસ વગેરે સ્થળોએ પ્લાસ્ટિક કલેકશન સેન્ટર ઊભાં કરશે અને સ્વચ્છતા એ જ સેવા અંતર્ગત પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે જનજાગૃતિ ફેલાવી લોકોને દંડવાને બદલે સમજણ આપવા પર વિશેષ ભાર મુકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com